Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 541
________________ * ઉપરની [સાત રાજની] સિદ્ધશિલા દૂર નથી, અંદર રહેલી સિદ્ધશિલા જ દૂર છે. તમે અંદરની સિદ્ધશિલા પર બેસો, અંદર મોક્ષ પ્રગટાવો પછી ઉપરની સિદ્ધશિલા ક્યાં દૂર છે ? એ તો માત્ર એક સમયનું કામ છે. અંદરનો મોક્ષ પ્રગટાવવાનો પ્રયત્ન કર્યા વિના આપણે બહારના મોક્ષ માટે પ્રયત્ન કર્યા કરીએ છીએ. * “મનની શક્તિ કેવળજ્ઞાન જેટલી છે !' – એમ હરિભદ્રસૂરિજીએ કહ્યું છે. કેવળજ્ઞાનથી પણ વધે એટલી મનની શક્તિ છે. પ્રશ્ન : કેવળજ્ઞાનથી મન શી રીતે વધે ? ઉત્તર : ભોજનની કિંમત વધુ કે તૃપ્તિની ? ભોજન કરો તો તૃપ્તિ ક્યાં જવાની ? મહત્ત્વની વાત ભોજનની છે. ભોજન મળી જય એટલે તૃપ્તિ દોડતી-દોડતી આવવાની ! એટલે જ આપણે તૃપ્તિ માટે નહિ, ભોજન માટે પ્રયત્ન કરીએ છીએ. મુક્તિની સાધના તે ભોજન છે. કેવળજ્ઞાન અને મુક્તિ તૃપ્તિ છે. મુક્તિની સાધનામાં મુખ્ય સહાયક મન છે. મન વિના કેવળજ્ઞાન મળી શકે ? આ અપેક્ષાએ કેવળજ્ઞાનથી પણ મન ચડે. પૂ. પં. કલ્પતરુવિજયજી મ. = કેવળજ્ઞાન માટે તો મનથી પણ પર થવું પડે છે. - પૂજ્યશ્રી ઃ મનથી પર થતાં પહેલા મન જોઈએ જ, એ કેમ ભૂલો છો ? મન વગરના પ્રાણીઓ મનથી પર નથી બની શકતા એ જાણો છો ને ? મારવાડમાં આવશ્યક નિર્યુક્તિમાં વાંચવા મળેલું : ““કેવળજ્ઞાનથી પણ મન વધુ શક્તિશાળી છે. ત્યારે હું આનંદિત થઈ ગયેલો. | મન જે આટલું શક્તિશાળી હોય તો એને જ કેમ ન પકડી. લેવું? પણ યાદ રહે : મન પકડતાં પહેલા કાયા અને વચન પકડવા પડશે. સીધું જ મન હાથમાં નહિ આવે. પહેલા કાયા અને વચનને પવિત્ર અને સ્થિર બનાવો. પછી મન પર ધ્યાન કેન્દ્રિત કરો. મનડું કિમહી ન બાજે...' - એમ આનંદઘનજી કહેતા હોય કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પ૨૧

Loading...

Page Navigation
1 ... 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580