Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સુકાળમાં પલટાઈ ગયો છે. એ જીવે પૂર્વ જન્મમાં ખૂબ જ જીવદયા પાળેલી. તેના પ્રભાવે આમ થયેલું છે.
એક માણસનું પુણ્ય શું કામ કરે છે ? પરોપકાર શું કામ કરે છે ? તેનું આ જ્વલંત ઉદાહરણ છે.
તમારા ઘરમાં પણ જુઓ છો ને ? કોઈ પુણ્યશાળી વ્યક્તિ ઘરમાં આવી જાય તો ઘરનું વાતાવરણ કેવું બદલાઈ જાય છે ? એક અનુપમાના કારણે વસ્તુપાલ-તેજપાળનું શું થયું ? તે આપણે જાણીએ છીએ.
આનાથી જરા અલગ પ્રકારનું એક બીજું દષ્ટાંત કહું :
હોડીમાં ૨૧ માણસ બેઠેલા. દરિયામાં તોફાન, આકાશમાં વાદળ-મેઘગર્જના ને વિજળીઓ થવા લાગ્યા. વીજળી વારંવાર પડુંપડું થવા લાગી.
એ લોકો સમજયા : આપણા ૨૧માંથી કોઈ પાપી હશે. એટલે આ વીજળી પડું-પડું થઈ રહી છે.
બધા એક પછી એક અલગ થયા, પણ હજુ વીજળી પડું-પડું થઈ રહી હતી. બધા સમજયા : આ એકવીસમો માણસ જ પાપી છે, જેના કારણે વીજળી પડું-પડું થઈ રહી છે. એને અલગ કરો. વીજળી એના પર પડશે. આપણે બચી જઈશું.
એ એકવીસમો માણસ દૂર થયો એજ વખતે બાકીના ૨૦ પર વીજળી પડી. વીસ-વીસ મરી ગયા. ખરેખર એ એક પુણ્યશાળી હતો, જેના કારણે વીજળી પડી શકતી નહોતી.
* ચક્રવર્તી સુભૂમ હોય કે સિકંદર જેવો કોઈ સમ્રાટું હોય, બધા પર એક સરખો મૃત્યુ ત્રાટકે છે.
ઇચ-ઈચ જમીન માટે લડનારો, હજારોના ઢીમ ઢાળી દેનારો સિકંદર પણ નાની ઉંમરમાં મૃત્યુ પામ્યો છે.
મૃત્યુ સમયે એકઠી કરેલી કોઈ ચીજો મદદ નહિ કરે, મદદ કરશે તો એક માત્ર ભાવિત કરેલા ગુણો, ભાવિત કરેલા ધર્મના સંસ્કારો !
પ૨૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ