Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
* નાની મોટી કોઈપણ વસ્તુ લેતાં મૂકતાં મુંજવાનું મન થાય ? મને તો તરત જ યાદ આવી જાય.
સૂતી વખતે સંકલ્પ કરો : ૨૦ મિનિટથી વધુ નથી સૂવું. તમે જોજો. ૨૦ મિનિટમાં જ ઊંઘ ઊડી જશે. બપોરે બરાબર ૨૦ મિનિટ થાય ને હું જાગી જાઉં !
કોઈપણ ગુણ માટે આવો સંકલ્પ જોઈએ.
* ઘણીવાર એવું થાય : દીક્ષા લીધા પછી શિષ્ય પસ્તાય : કેવા ધાર્યા હતા ને ગુરુ કેવા નીકળ્યા ?
ગુરુને પણ થાય : કેવો શિષ્ય ધારેલો ને કેવો નીકળ્યો ? બને પસ્તાય એવું બને છે ?
પેલો ભમરો વૃક્ષ પર બેઠેલા પોપટની ચાંચને કેસુડાનું ફૂલ સમજી ચૂસવા ગયો. ભમરાને જોઈને પોપટને પણ થયું : આ જાંબુનું ફળ આવી પડ્યું છે. એણે ખાવાની શરૂઆત કરી.
તમે કલ્પના કરી શકો છો : શું થયું હશે ? બને પેટ ભરીને પસ્તાયા જ નહિ, પણ હેરાન થયા.
અહીં ગુરુ-શિષ્ય બને પસ્તાતા નથી ને ?
બહુ સંભાળીને ગુરુ બનો. ગુરુ નહિ બનો તો મોક્ષ નહિ મળે, એવું નથી. ગુરુ બનવા કરતાં શિષ્ય બનવાનો પ્રયત્ન કરશો તો આપોઆપ ગુરુ બની જશો.
શિષ્યત્વની પરાકાષ્ઠા એટલે જ ગુરુત્વ !
ચિંતનનાં સાત ફળ વૈરાગ્ય, કર્મક્ષય, વિશુદ્ધ જ્ઞાન, ચારિત્રના પરિણામ, સ્થિરતા, આયુષ્ય, બોધિ પ્રાપ્તિ.
પ૧૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ