Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
અષાઢ સુદ-૧ ર ૧૩-૭-૨૦૦૦, ગુરુવાર
પ્રભુ-કૃપાથી જ આ શાસન મળ્યું છે, આ જિન-વચન મળ્યા છે. મળેલા આ જિન-વચન હૃદયમાં ભાવિત બનાવીએ તો એક વચન પણ મોક્ષ આપવા સમર્થ છે.
“निर्वाणपदमप्येकं भाव्यते यन्मुहुर्मुहुः । तदेव ज्ञानमुत्कृष्टं, निर्बन्धो नास्ति भूयसा ॥"
- જ્ઞાનસાર એક શ્લોક પણ ભાવિત બનાવીએ, નામની જેમ ક્યારેય ભૂલીએ નહિ તો એ શું કામ કરે ? તેનો ચમત્કાર જોવા મળશે. એ શ્લોકમાં રહેલો ભાવ જીવનમાં પૂર્ણપણે ઉતારી દઈએ તો હું કહું છું : તમારો મોક્ષ નક્કી છે.
ખૂની ચિતાલીપુત્ર માત્ર ત્રણ શબ્દો [ઉપશમ, વિવેક, સંવર)થી સદ્ગતિગામી બની શકતો હોય તો આપણે ન બની શકીએ ?
ધર્મ નહિ કહો તો હું તમારું માથું કાપી નાખીશ.” આમ બોલનાર ચિલાતીથી ડરીને મુનિએ કાંઇ ત્રણ શબ્દો ન્હોતા કહ્યા, પણ એની યોગ્યતા જોઇ હતી : આવી સ્થિતિમાં પણ આ જીવ ધર્મ ઇચ્છે છે ? નક્કી કોઈ યોગભ્રષ્ટ જીવ હશે. અને એ મુનિએ એને યોગ્ય ત્રણ શબ્દો આપ્યા.
કહ્યું, લાપૂર્ણસૂરિએ ૧ પ૧૦