Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
દોષનું સંક્રમણ જલ્દી થાય છે, ગુણનું નહિ. પાણીને ઉપર ચડાવવું હોય તો મહેનત પડે પણ નીચે લઈ જવું હોય તો ? અનાજ માટે મહેનત પડે પણ ઘાસ માટે ? બગીચો બનાવવા મહેનત પડે, પણ ઊકરડો બનાવવો હોય તો ?
પાંચેય પરમેષ્ઠીને એટલે જ નમસ્કાર કરવામાં આવ્યા. કારણકે તેઓ ગુણોના ભંડાર છે. અરિહંત-સિદ્ધ ક્ષાયિક ગુણોના ભંડાર છે. બીજા ત્રણને ક્ષાયિક ગુણો મળવાના છે. ખીચડી ચૂલે ચડી ગઈ છે. રંધાઈ જવાની તૈયારીમાં છે.
આગળ વધીને કહું તો આચાર્ય-ઉપાધ્યાય કે સાધુમાં પણ ભગવાન જ છે.
પાંચેય પરમેષ્ઠીઓનો સમાવેશ એક અરિહંતમાં થાય છે. માટે જ એક સાધુની આશાતના અરિહંતની આશાતના છે. આગળ વધીને કહું તો એક જીવની આશાતના અરિહંતની આશાતના છે.
પ્રશ્ન : આશાતના મોટાની હોય. નાનાની આશાતના શી રીતે ?
ઉત્તર : મોટાને ભક્તિભાવે ન જોવા તે આશાતના. નાનાને વાત્સલ્યભાવે ન જોવા તે પણ આશાતના છે. આમ ન હોત તો
‘સવ્વપાપમૂવની સત્તાળું માસાયણg ' ન લખ્યું હોત... ★ 'लोकोत्तमो निष्प्रतिमस्त्वमेव, त्वं शाश्वतं मंङ्गलमप्यधीश । त्वामेकमर्हन् शरणं प्रपद्ये, सिद्धर्षिसद्धर्ममयस्त्वमेव ॥'
– શક્રસ્તવ... આ શ્લોકના અર્થના રહસ્યમાં અરિહંતમાં બીજા ત્રણેય મંગળો પણ છૂપાયા છે. [“સિદ્ધર્ષિતર્મમયજ્વમેવ સિદ્ધ + ષ + સઘન] ઋષિ એટલે મુનિ.
* માત્ર ક્ષયોપશમભાવના ગુણોથી નહિ ચાલે, એનો અનુબંધ જોઇએ. તો જ એ ગુણ ટકાઉ બને. સાનુબંધ ગુણોમાં અમૃત જેવો આસ્વાદ આવે. આવા ગુણો વિષયોથી વિમુખ બનાવે, શાસનની સન્મુખ બનાવે.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પ૧૫