Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આ પણ એક આત્યંતર તપ છે.
પાંચ પ્રહરનો સ્વાધ્યાય ન કરી શકતા હો તો ૨૦ માળા ગણી લો. તમારી ગણતરી બકુશ-કુશીલમાં નહિ થાય. આમાં ટાઈમ નહિ બગડે. ટાઈમનો સદુપયોગ થશે. ટાઈમ તો આમેય બગડી જ રહ્યો છે.
જાપની સંખ્યા વધે તેમ તેનો પાવર વધે, આપણી ચેતનાશક્તિ વધે આંતર ઊર્જા વધે.
કલિકાલ સર્વજ્ઞ, સમર્થ સાહિત્યકાર શ્રી હેમચન્દ્રસૂરિજીએ એમની માતા સાધ્વી પાહિનીના અંત સમયે એક ક્રોડ નવકારના જાપનું પુણ્યદાન આપેલું. એમને સમય મળી જાય પણ તમને ન મળે. ખરું ને ?
દાદાની નિશ્રામાં એકઠા થયા છીએ તો આટલું જરૂર કરજો.
બધા મહાત્માઓ આટલો જાપ કરે તો આત્યંતર બળ કેટલું વધી જાય ?
* બધા આગમ, વેદ, પુરાણ, ત્રિપિટકો આદિ સર્વ શાસ્ત્રોનો સાર એક જ્ઞાનસારમાં સમાયેલો છે. વધુ ન થઈ શકે તો એક જ્ઞાનસાર તો ભણી જ લેજો; સૂત્ર-અર્થ અને તદુભયથી.
બીજાને ભણાવવા માટે કે બીજાને પ્રભાવિત કરવા માટે ભણાયેલું જ્ઞાન આત્મ કલ્યાણકર નહિ બની શકે. . . મિનોદ્દેશન વિહિત છ વર્મક્ષયાગક્ષમન્ !”
– જ્ઞાનસાર ઉદ્દેશ ભિન્ન તો ફળ પણ ભિન્ન મળશે.
* જ્ઞાનસારમાં જ્ઞાન માટે ત્રણ અષ્ટક મૂકેલા છે. આજે કેટલાય મહાત્માઓ એવા છે જે ભણવામાં ખૂબ જ આળસુ છે. બીજી બધી પ્રવૃત્તિઓ એટલા રસથી કરે કે બધું ભૂલી જાય, પણ ભણતી વખતે જ “ટાઇમ નથી” નું બહાનું હાજર કરે. “ટાઇમ નથી મળતો.” એ બહાનું પણ ખરેખર તો અંદર જ્ઞાનની અરુચિ જણાવે છે. રુચિ હોય તો ગમે તેમ કરીને પણ માણસ ટાઈમ કાઢે. ભોજન માટે ટાઇમ
કહ્યું, કલાપૂર્ણસૂરિએ કે પ૧૩