Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ભક્તિ વિના શી રીતે ચાલે? ભક્તિ અને મૈત્રી આત્માની મીઠાઈ છે.
ગુલાબજાંબુ જેવી આઈટમ હોવા છતાં આધોઈ ઉપધાનમાં [વિ.સં.૨૦૧] એ ન ચાલ્યા. કોઈએ જોયેલા નહિ. બધાને લાગ્યું : બકરીના.....જેવા આ શું ? પડ્યા રહ્યા, પણ એકવાર ચાખ્યા પછી એના અસલી સ્વાદનો ખ્યાલ આવ્યો. આત્માનો સ્વાદ એકવાર ચાખવા મળી જાય પછી બહારનું બધું ફીઠું લાગે.
તુજ સમક્તિ રસ સ્વાદનો જાણ, પાપ કુભકતે બહુ દિન સેવીયું જી; સેવે જો કર્મને જોગે તોહિ, વાંછે તે સમક્તિ અમૃત ધુરે લિખ્યું છે.”
– ઉપા. યશોવિજયજી મ. * બહારનું ભોજન કે પાણી વધારે લેવાઈ જાય તો અજીર્ણ થઈ જાય, પણ અહીં વધુ થઈ જાય તો પણ અજીર્ણ નહિ થાય. “અતિ સર્વત્ર વર્જયેત” – એ ઉક્તિ બીજે સાચી હશે, અહીં નહિ. પીઓ, જેટલું જ્ઞાનનું અમૃત પીવાય. ખાઓ, જેટલા ખવાય તેટલા ક્રિયા સુરલતાના ફળો. અજીર્ણ થાય તો જવાબદારી મારી !
આત્મા તૃપ્ત બને એ માટે જ તો આપણે સૌ એકઠા થયા છીએ.
આજે તળેટીમાં દશ્ય જોયું ને ? બધા સમુદાયના મહાત્માઓ કેવા પ્રેમથી ભેગા થયેલા ? શાસન આપણું છે. અહીં કોણ પારકું છે ? આ ઉદાર દષ્ટિ રાખો .
ઘણી વખત બે વર્ષ અમારી પાસે ભણ્યા પછી કોઈ મુમુક્ષુ કહે : હું હવે ત્યાં દીક્ષા લઈશ.
હું પ્રેમથી રજા આપું. ગમે ત્યાં લે. આખરે શાસન એક જ છે ને ?
* આજે સવારે સૌને ૧૦ માળાની બાધા અપાયેલ. અહીં રહેલા મહાત્માઓને પણ ૧૦ માળા ગણવાની ભલામણ કરું છું.
પ૧૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ