Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
અષાઢ સુદ-૧૧ ૧૨-૭-૨૦૦૦, બુધવાર
* પ્રાયશ્ચિત્ત ગ્રન્થોનો સંક્ષેપ કરીને જિનભદ્રગણિએ જીવકલ્પ બનાવ્યું. દ્રવ્યાદિને જાણનારા એ મહાપુરુષો હતા. સૂત્રોના સંક્ષેપ સાથે પ્રાયશ્ચિત્તોનો પણ સંક્ષેપ કર્યો.
શિષ્ય તો ગુરુ પાસે આલોચના લઈ લે, પણ ગુરુએ આલોચના ક્યાં લેવી ? સ્વગુરુ ન હોય તો પોતાનાથી વડીલ વિદ્યમાન હોય તેમની પાસેથી લેવી, એ પણ ન હોય તો નાના પાસેથી લેવી, પણ જાતે નહિ લેવી. વૈદ કદી પોતાની દવા જાતે ન લે. અહીં પણ એવું
આમ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય તેની સદ્ગતિ થાય.
સદ્ગતિનો આધાર વેષ કે બાહ્યાચાર પર નહિ, પણ આંતરપરિણામ છે.
શુભધ્યાનથી સદ્ગતિ ! અશુભ ધ્યાનથી દુર્ગતિ !
* શ્રાવકકુળમાં જન્મ પામનારા મા-બાપ એટલે સંતાનોના સાચા અર્થમાં કલ્યાણ-મિત્ર ! પોતાના સંતાનોને એ કદી દુર્ગતિએ ન જવા દે. સંતાનોના જ શા માટે ? સાધુઓના પણ મા-બાપ છે. ચાર પ્રકારના શ્રાવકો કહ્યા છે :
૫૧૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ