Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
જ્યાંથી આ ગિરિરાજ દેખાય છે, ત્યાં ત્યાં સઘળે પવિત્ર ઊર્જ ફેંકતો રહે છે.
ગુરુત્વાકર્ષણનું બળ તો નીચે ખેંચે, પણ અહીં પ્રભુની કૃપા તો ભક્તને ઉંચે ખેંચી રહી છે. ગ્રેવીટેશનથી ગ્રેસ [કૃપા] બળવાન
છે.
આ ગિરિરાજ આપણા સર્વ પર સતત ઊર્જ વરસાવતો જ રહ્યો છે, માત્ર આપણે ખાલી થવાની જરૂર છે. જ્યાં આપણે ખાલી થયા ત્યાં જ ઊર્જ ભરાવાનું શરૂ થયું સમજી લો.
અહીં બધા જ સમુદાયના મહાત્માઓ એકઠા થયા છે. જુઓ ! વાતાવરણ પણ કેટલું અનુકૂળ છે ? બપોરનો સમય હોવા છતાં નથી તડકો કે નથી વરસાદ ! વાદળોની પાછળ છૂપાઈને જાણે સૂર્ય આ બધું જોઈ રહ્યો છે ! કોઈ આચાર્યે ના પાડી હોય ને કોઈ ફોટોગ્રાફર છૂપાઈને શૂટીંગ કરતો હોય તેમ સૂર્ય જાણે વાદળના પડદા પાછળ છૂપાઈ શૂટીંગ કરી રહ્યો હોય !
આવા પરમ પવિત્ર વાતાવરણમાં આપણે સૌ એકઠા થયા છીએ તો ધ્યાન રહે : અહીં ભક્ત કથા (ભોજન-કથા) નથી કરવાની પણ ભક્ત [પ્રભુ-ભક્ત] કથા કરવાની છે. ભોજનમાં નહિ, ભજનમાં રમમાણ રહેવાનું છે.
પ્રભુના પરમ ભક્ત [પૂ. આચાર્ય શ્રી કલાપૂર્ણસૂરિજી] અહીં બિરાજમાન છે. પ્રભુની ભક્તિ, ગીતોથી અભિવ્યક્ત કરનારા આચાર્ય શ્રી જિનચન્દ્રસાગરસૂરિજી – શ્રી હેમચન્દ્રસાગરસૂરિજી જેિમણે મુંબઈ જેવા મહાનગરમાં ક્રોડો નવકાર ગણાવ્યા. અહીં અબજ નવકાર શા માટે ન ગણાવે ?] પેલી બાજુ બેઠા છે. આ બાજુ ભક્તિની વ્યાખ્યા કરનારા પૂ. યશોવિજયસૂરિજી બિરાજમાન છે. હું તો અમથો જ વચ્ચે ટપકી પડ્યો છું.
પ્રિતિદિન ૧૦ માળા ગણવાની પ્રતિજ્ઞા અપાઈ.]
કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ ૫૦૯