Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
* અધ્યાત્મની, ભક્તિની ઘણી વાતો પૂ. દેવચન્દ્રજી કરતા, પણ સાંભળે કોણ ? એ કાળમાં પણ [અઢીસો વર્ષ પહેલા] અધ્યાત્મરુચિવાળા જીવો ઘણા ઓછા હતા.
જુઓ એમના જ ઉદ્ગારો : દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે, ભાવધર્મ-રુચિ હીન;
ઉપદેશક પણ તેહવા રે, શું કરે લોક નવીન ?”
હું તમને જ પૂછું છું : આટલું હું બોલું છું : તમને ભક્તિની અધ્યાત્મની રુચિ પ્રગટી? અહીંથી સાંભળીને જશો પછી આના પર કાંઈ વિચારશો કે જીવન ચાલે છે તેમ જ ચાલવા દેશો ?
લાગે છે કે દરેક કાળમાં અધ્યાત્મપ્રેમીઓને આવો જ અનુભવ થતો હશે. આજે પણ દેવચન્દ્રજી ફરી જન્મ લે તો આ જ પંક્તિ બોલે. કદાચ આનાથી પણ વધુ કઠોર પંક્તિ બોલે. આજે તો જડવાદની જ બોલબાલા છે. અધ્યાત્મવાદનો તો ભયંકર દુકાળ છે.
* આ ગ્રંથમાં [ચંદાવિષ્ક્રય પનામાં] ઉપસંહાર કરતાં છેલ્લે સમાધિ મરણની વાત કરે છે.
સમાધિ મરણ પર આટલું જોર એટલા માટે આપવામાં આવે છે કે એ પર જ આખા જીવનનો આધાર છે. જો મૃત્યુના સમયે આપણે સમાધિ ચૂકી ગયા તો ખલાસ ! રાધાવેધ ચૂકી ગયા ! સગતિરૂપી દ્રૌપદી નહિ મળે.
શ્રીકૃષ્ણ જેવા સમક્તિીને પણ છેલ્લે કેવું ભયંકર રૌદ્રધ્યાન આવી જાય છે ? આ બધા દષ્ટાંતો આપણા કાનમાં એક જ વાત કહે છે : મૃત્યુમાં સમાધિ ખૂબ જ દુર્લભ છે. સમાધિ મૃત્યુ માટે અંદર રહેલા શલ્યોનો ઉદ્ધાર થવો જોઈએ. સશલ્ય મૃત્યુ સગતિ નહિ આપે. લક્ષ્મણા જેવી મહાસતી સાધ્વીનો પણ સશલ્યતાના કારણે સંસાર વધી ગયો છે. એ બધી વાતો આપણે વિચારી ગયા છીએ.
[વાચના પછી એક ભાઈએ ઊભા થઈને પૂછ્યું : ] प्रश्न : आपकी बातें अच्छी लगती है, लेकिन किस वजह
૫૦૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ