Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
અષાઢ સુદ-૧૦ ૧૧-૭-૨૦૦૦, મંગળવાર
* તારે તે તીર્થ. જેના આલંબને તરાય તે તીર્થ. દ્વાદશાંગી, ચતુર્વિધ સંઘ અને પ્રથમ ગણધર એ તીર્થ છે.
અત્યારે આ ત્રણમાં ગણધર ભલે નથી, પણ ગણધરનો પરિવાર વિદ્યમાન છે.
આ તીર્થની સેવા કરો, મોક્ષ હથેળીમાં છે. “તીરથ સેવે તે લહે, આનંદઘન અવતાર.”
- પૂ. આનંદઘનજી... * એક બાજુ આનંદ માટે આપણે ભટકીએ છીએ, પણ આનંદ-દાયક ઉપાયોથી દૂર રહીએ છીએ.
ખરેખર તો આનંદનો પિંડ આપણી અંદર જ પડ્યો છે. એક જ આત્મ-પ્રદેશમાં એટલો આનંદ છે કે આખા બ્રહ્માંડમાં ન સમાય, પણ આપણે એને જોઈ શકતા નથી, અનુભવી શકતા નથી, માટે જ બીજે ફાંફાં મારીએ છીએ.
* ઉદ્યાન કે વાડી પાણીની નીક વિના લીલાછમ ન રહે, તેમ શ્રદ્ધા સહિતનું જ્ઞાન ન હોય તો આત્મગુણોનું ઉદ્યાન લીલુંછમ ન રહી શકે.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૯૯