Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
તુમ ન્યારે તબ સબહી ન્યારા, અંતર કુટુંબ ઉદારા; તુમહી નજીક-નજીક સબહી હૈ,
ઋદ્ધિ અનંત અપારા.” ભગવાન પાસે હોય છે ત્યારે આપણું આંતર કુટુંબ નજીક હોય છે.
ભગવાન દૂર તો બધું દૂર. ભગવાન નજીક તો બધું નજીક,
અંત સમયે માતા-પિતા, ભાઈ, બંધુ, મિત્ર-પુત્ર કે પત્ની.... કોઈ કામ નહિ લાગે, માત્ર અંતરંગ -પરિવાર, માત્ર ભગવાનનો પ્રેમ જ કામ લાગશે.
ભગવાન વીર ગયા ત્યારે ગૌતમસ્વામી રડ્યા. આદિનાથ ગયા ત્યારે ભરત રડ્યા. આ આંસુ તેમને કેવળજ્ઞાનના માર્ગે લઈ ગયા. આ આંસુઓના એકેક ટીપામાં પ્રભુના પ્રેમનો સિંધુ છલકાતો હતો.
બીજાનો પ્રેમ મારે ! પ્રભુ નો પ્રેમ તારે !
* સંયમમાં જરૂર હોય તે ઉપકરણ. તેથી વધુ અધિકરણ. આ સૂત્ર યાદ રાખશો તો વધુ સંગ્રહ કરવાનું મન ક્યારેય નહિ થાય.
અમારા ગુરુજી [પૂ.કંચનવિજયજી મ.] એકદમ ફક્કડ ! અત્યંત નિઃસ્પૃહી ! એમના કાળધર્મ પછી એમની ઉપધિમાં માત્ર બે જ ચીજો રહેલી : સંથારો અને ઉત્તરપટ્ટો !
એમના કારણે અમારામાં પણ કંઈક અંશે આવી વૃત્તિ આવેલી. અમે પાંચ [પૂ. કમળવિજયજી મ., પૂ. કલાપૂર્ણસૂરિજી મ., પૂ. કલહંસ વિજયજી મ., પૂ. કલાપ્રભ વિ.મ., તથા પૂ. કલ્પતરુવિજયજી મ.] વિહાર કરતા ત્યારે કોઈ માણસ-બાણસ સાથે ન્હોતા રાખતા. એમને એમ નીકળી પડતા. એક વખતે માણસ મોડેથી આવતાં પોટલામાંની વસ્તુઓ જાતે ઉપાડી લીધી ને ત્યારથી માણસને કાયમી વિદાય આપી
કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૪૯૦