Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સીટ પોતાના સજાતીય કર્મને આપતા જાય છે. દા.ત. ક્રોધ મોહનીય કર્મના ઉદયથી ગુસ્સો આવ્યો. તો શું થયું ? ક્રોધ મોહનીય કર્મની નિર્જરા થઈ તેમ તેનો બંધ પણ થયો.
* અમારો ઉપદેશ, અમારી પ્રેરણા આ કર્મમાંથી તમે મુક્ત બનો તે માટે જ હોય છે. અમે તમને વાસક્ષેપ કયા ભાવપૂર્વક નાખીએ ? તમે ભલે દુકાન, આરોગ્ય વગેરેના હજાર પ્રશ્નો લઈને વાસક્ષેપ નંખાવવા આવતા હો, પણ અમે શું બોલીએ ? નિત્થારપર હોદ | કર્મો ખપાવી તમે સંસારથી પાર ઉતરો.
* હવે આટલું નક્કી કરો : જૂના કર્મો મારે ખપાવવા છે ને નવા કર્મો નથી જ બાંધવા. એ કદાચ શક્ય ન બને તો કર્મોના અનુબંધ તો ચાલુ નથી જ રહેવા દેવા. કર્મોના અનુબંધ તૂટી જાય તોય ઘણું કામ થઈ જાય.
૪ કર્મનો કાયદો અફર છે. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં બંધાયેલા કર્મો ઠેઠ ભગવાન મહાવીરદેવના ભવમાં ઉદયમાં આવી શતા હોય, કર્મો ભગવાનને પણ ન છોડતા હોય તો આપણે કોણ ?
કર્મનો કાયદો ન બદલાવી શકાય, પણ કર્મમાંથી મુક્ત બની શકાય. કર્મમાંથી મુક્ત બનવા દેવ-ગુરુ-ધર્મના શરણે જવું પડશે.
કર્મ-સાહિત્યનો અભ્યાસ માત્ર કર્મ પ્રકૃતિઓ ગણવા માટે નથી, વિદ્રત્તાં બતાવવા માટે નથી પણ એ કર્મોનો નાશ કરવા માટે છે, એ વાત ખાસ ખ્યાલમાં રાખવી.
* તીવ્ર કષાયનો ક્ષય કે ઉપશમ ન થાય ત્યાં સુધી અંદર રહેલી પરમ સત્તાની ઝલક નહિ દેખાય.
જિમ નિર્મળતા રે રતન સ્ફટિક તણી, તિમ એ જીવ સ્વભાવ; તે જિન વિરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય-અભાવ...''
– ઉપા. યશોવિજયજી મ. ૧૨૫ ગાથાનું સ્તવન. પ્રબળ કષાય એટલે અનંતાનુબંધી કષાય.
સંવત્સરીનું પ્રતિક્રમણ અનંતાનુબંધી કષાયના નાશ માટે જ છે. માત્ર ક્રોધની જ વાત નથી, અનંતાનુબંધી ચારે ચાર કષાય
૪૯૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ