Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
અષાઢ સુદ-૯ ૧૦-૭-૨૦eo, સોમવાર
* ભગવાન કૃતકૃત્ય છે, પછી તીર્થસ્થાપના શા માટે કરે ? તીર્થકર નામકર્મ ખપાવવા જ તીર્થસ્થાપના કરે છે, એટલું વિચારીને બેસી જાવ તે બસ નથી. આ વિચારથી તમારા હૃદયમાં ભગવાન પ્રત્યે ભક્તિભાવ નહિ જાગે. ભગવાને તો પોતાના કર્મને ખપાવવા તીર્થ સ્થાપ્યું. આમાં કરુણા ક્યાં આવી ? આવો વિચાર ભક્તિ જાગવા દે ?
ભગવાનનો પોતાનો દૃષ્ટિકોણ આપણે અપનાવી લઈએ તો કદી ભકિત-માર્ગમાં પ્રવેશી શકીએ નહિ.
ભગવાને પરમ કરુણા કરી આ તીર્થની સ્થાપના આપણા જેવાના ઉદ્ધાર માટે કરી છે, આ વિચાર જ હૃદયને કેવો ગગ બનાવી દે છે ? આવા વિચાર વિના ભક્તિ નહિ જાગે, સમર્પણભાવ નહિ જાગે.
* ભગવાનની ભક્તિ વિના કર્મો નહિ ઓગળે. કર્મો ઓગળ્યા વિના અંદર રહેલા પરમાત્મા નહિ પ્રગટે.
આપણે કર્મો સતત બાંધતા જ રહીએ છીએ. અત્યારે પણ કર્મોનું સતત બંધન ચાલુ જ છે. કેટલાક કર્મો તો એવા હોય છે : જે ઉદયમાં આવીને ખપે તો છે, પણ સમૂળા જતા નથી, પોતાની
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૯૩