Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
એ પહેલા ભગવાનની આવી વાતો બકવાસ લાગશે. કોઇક શ્રેષ્ઠ કાળ હોય, કર્મો હળવા થયેલા હોય, ત્યારે આવી વાતો સાંભળતાં જ ભગવાન પર પ્રેમ થવા લાગે છે. સ્વાતિ નક્ષત્ર હોય, છીપનું મોં ખુલ્લું હોય ને વર્ષાનું એક બિંદુ પડે ને કેવું મોતી બની જાય છે ?
અનંતાનુબંધી કષાયો પડેલા હોય ત્યાં સુધી મનમાં નિર્મળતા નથી આવતી. નિર્મળ નહિ બનેલા મનમાં પ્રભુ પ્રતિબિંબિત થતા નથી.
* પ્રભુ-પ્રેમમાં લીન બનેલો સદા નિર્ભય હોય. ભગવાન અભય છે, તેમ અભયના દાતા પણ છે. ભક્તિ કરનારો ભક્ત કદી ભયભીત ન હોય. ભય હોય ત્યાં સુધી સમજવું : હજુ ભક્તિ જામી નથી.
આખી ઉજ્જૈન નગરી ભયભીત હતી ત્યારે મયણા એકલી નિર્ભય હતી. તેણે સાસુને કહી દીધું : ભગવાનની ભક્તિના પ્રભાવથી હું કહી શકું છું કે, આજે આપના પુત્ર [શ્રીપાળ] આવવા જ જોઈએ.
મયણાની વાત ખરેખર સાચી પડી. ભગવાનની ભક્તિ દ્વારા મળતી નિર્ભયતાનો આ ઉત્કૃષ્ટ નમૂનો છે.
* અનંતાનુબંધી કષાય સમ્યગ્દર્શન ન આવવા દે. અનંતાનુબંધી કષાય સાથે નિયમા મિથ્યાત્વ હોય. મિથ્યાત્વ હોય ત્યાં સુધી દેહાધ્યાસ દૂર થતો નથી. દેહમાં જ આત્માના દર્શન થાય છે. મિથ્યાત્વ દેવ-ગુરુમાં વિશ્વાસ ક૨વા દેતો નથી. ધન્વંતરિ જેવા વૈદ સામે હોય, શરીરમાં દર્દ પણ હોય, પણ દર્દી વૈદની વાત માનવા જ તૈયાર ન હોય તો શું કરવું ? મિથ્યાત્વીની આવી દશા હોય છે. મારવાડ પ્રદેશમાં ખસનો દર્દી પસાર થઈ રહેલો હતો. સામેથી એક વૈદ જડીબુટ્ટીઓનો ભારો ઉપાડીને આવી રહ્યો હતો. દર્દીએ કહ્યું : “મને ઘાસની સળી આપો.’’
વૈદ : ‘સળીનું શું કામ છે ?'
મારે ખરજવા જોઈએ છે.'
“એ કરતાં આ પડીકી લે. તારી ખાજ મટી જશે. સળીની
કહ્યું, કલાપૂર્ણસૂરિએ * ૪૯૧