Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
તમારા હૃદયમાં ઉપસ્થિત હોય તો “સામે રહેલા” જ કહેવાય. માટે જ લોગસ્સમાં “મિથુઝ' લખ્યું. “મિથુ' એટલે ““સામે રહેલા ભગવાનની મેં સ્તુતિ કરી.” ભગવાન માનસ પ્રત્યક્ષ હોય ત્યારે જ આમ બોલી શકાય.
ભગવાનનું નામ કેવળ અક્ષરો નથી,
ભગવાનની મૂર્તિ કેવળ પત્થરનો આકાર નથી, પણ સાક્ષાત્ ભગવાન છે. ભક્તિમાર્ગમાં આગળ વધવું હોય તો આ સત્ય સમજવું
રહ્યું.
અમે દરરોજ ભગવાનની સ્તુતિમાં એક શ્લોક બોલીએ છીએ : “मन्त्रमूर्तिं समादाय, देवदेवः स्वयं जिनः । સર્વજ્ઞઃ સર્વઃ શાન્તા, સોડાં સાક્ષાત્ વ્યવસ્થિતઃ ”
* ભગવાન સર્વજ્ઞ છે, તેમ “સર્વગ” પણ છે. “સર્વગ” એટલે સર્વવ્યાપી. સર્વ કચ્છતિ રૂતિ સર્વ: બધે જ ફેલાઈ જાય તે “સર્વગ.”,
એક જ શરત છે : મન સ્વચ્છ કરો, પવિત્ર કરો. મન સ્વચ્છ બન્યું એટલે ભગવાન મનમાં આવી જ ગયા, સમજો.
મન વિષય-કષાયથી મલિન બનેલું છે. જેમ જેમ વિષય-કષાય ઘટતા જાય તેમ તેમ મન સ્વચ્છ બનતું જાય.
વિષય-કષાયોના કારણે અનાદિકાળથી સતત કર્મબંધ ચાલુ જ છે. આ કર્મોના કારણે જ અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ઐશ્વર્ય અંદર જ પડેલું હોવા છતાં જીવ જડ જેવો બની ગયો છે. અનંત સુખ પાસે હોવા છતાં તે બહાર ભટકી રહ્યો છે.
એકવાર આત્મા પોતાનું સ્વરૂપ જોઈ ગયો એટલે એ સ્વરૂપ મેળવવા તૈયાર થવાનો જ.
સાધુ-જીવન આ સ્વરૂપ મેળવવા માટે જ છે, એ ભૂલશો નહિ.
ગુરુ મહારાજે આપણા વિનય અને વૈરાગ્ય પર વિશ્વાસ મૂકી સાધુ-જીવન આપ્યું. એમ માનીને કે ભલે અત્યારે સમજણ નથી, પણ સમજણ જાગશે એટલે અવશ્ય સ્વરૂપ-પ્રાપ્તિ માટે આ જીવ પ્રયત્ન કરવાનો. શાહુકારને એની શાખ પર વિશ્વાસ રાખીને જ
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ જ૮૯