Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
અષાઢ સુદ-૮ ૯-૭-૨000, રવિવાર
* મુક્તિમાર્ગમાં સહાયતા મળે તે રીતે ભગવાન સતત ધર્મદેશના આપતા રહ્યા, એનો સંગ્રહ ગણધર ભગવંતો કરતા રહ્યા. જિન-વચનના એ સંગ્રહને આપણે આગમ કહીએ છીએ. એ આગમો આપણને ન મળ્યા હોત તો આપણું શું થાત ?
શ્રી હરિભદ્રસૂરિજીના શબ્દોમાં કહીએ તો .... 'हा ! अणाहा कहं हुंता न हुतो जइ जिणागमो ।'
સૂર્ય-ચન્દ્રની ગેરહાજરીમાં નાનકડો દીવો ઘરને પ્રકાશિત કરે તેમ આગમ આપણા આત્મગૃહને પ્રકાશિત કરે છે.
આગમ અને જિનબિંબ બે જ આ કલિકાલમાં આધારરૂપ છે. “કલિકાલે જિનબિંબ જિનાગમ ભવિયણકું આધારા...”
- પ. વીરવિજયજી.... તીર્થની સ્થાપના વખતે જ બન્નેનું નિર્માણ થઈ જાય છે. સમવસરણમાં ભગવાનના ચાર રૂપ થયા ને [ત્રણ રૂપમાં જિનબિંબનું નિર્માણ થઈ ગયું. ભગવાન બોલ્યા અને આગમનું નિર્માણ થઈ ગયું.
* ભગવાન સામે જ રહેલા હોય છતાં આપણા હૃદયમાં ઉપસ્થિત ન થાય તો શો મતલબ ? ભગવાન સામે ન હોય છતાં
૪૮૮ જ કહ્યું,
લાપૂર્ણસૂરિએ