Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
શરૂમાં તમે ક્રોધાદિને હટાવી દો તો પણ ભરોસામાં નહિ રહેતા, હું જ્ઞાનદશામાં જાગી ગયો છું મને કોઈ ચિંતા નથી એવા મિથ્યાભિમાનમાં નહિ રહેતા. શાહબુદ્દીન ઘોરીની જેમ તેઓ ફરીફરીને ચડાઈ કરશે. ભરોસામાં રહેનારા કેટલાય “પૃથ્વીરાજ' હારી ગયા છે.
ખાસ કરીને ઉપવાસનું પારણું હોય, આપણું ચિત્ત વ્યગ્ર હોય, ત્યારે ક્રોધાદિ કષાયો તરત જ હુમલો કરે છે. તમારી વાત નથી કરતો, મારા પર પણ હુમલો કરે છે. વાસક્ષેપ માટે ઘણી ભીડ થઈ ગઈ હોય, મન વ્યગ્ર હોય ત્યારે હું પણ કંઈક કષાયગ્રસ્ત બની જાઉં છું.
રાગ-દ્વેષ અને વિષય-કષાયથી ગ્રસ્ત બનીને આપણે એક નહિ, અનંત જીંદગીઓ હારી ગયા છીએ. હવે આ જીંદગી એ રીતે એળે નથી જ ગુમાવવી, એટલું નક્કી કરી લો.
જરૂર નથી ક્ષમા હોય તો બખ્તરની ક્રોધ હોય તો શત્રુની જ્ઞાતિ હોય તો આગની મિત્ર હોય તો દિવ્ય ઔષધિની દુર્જનો હોય તો ઝેરની લજ્જ હોય તો ઘરેણાની સુકાવ્ય હોય તો રાજ્યની લોભ હોય તો અવગુણોની પિશુનતા હોય તો પાપની સત્ય હોય તો તપની * પવિત્ર મન હોય તો તીર્થની સૌજન્ય હોય તો ગુણોની સ્વ મહિમા હોય તો આભૂષણની સુવિધા હોય તો ધનની અપયશ હોય તો મૃત્યુની.
– ભર્તુહરિ
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૮૦