Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કાળજીપૂર્વક જ્ઞાનસારની રચના થયેલી છે. સાધક ક્યાંય મધ્યસ્થતા ન ગુમાવે, ક્યાંય આત્મ-પ્રશંસામાં ન સરકે, ક્યારેય કર્મના ભરોસે ન રહે. તે માટે એકેક અષ્ટક બનાવાયું છે.
સૌથી છેલ્લે સર્વ-નયાષ્ટક છે, જેમાં સર્વ નયોનો આદર કરવાનું વિધાન છે. સર્વ નયોનો સમાદર એટલે સર્વ વિચારોનો તે તે સ્થાને સમાદર.
* “ફો મે સાસગો પપ્પા ' | મારો એક આત્મા શાશ્વત છે. તે જ્ઞાન-દર્શન આદિથી યુક્ત છે. આના સિવાય બીજો કોઈ જગતમાં પદાર્થ નથી જે મારો હોય.
દેખાતા બધા જ પદાર્થો “પર” છે. “હું” નથી. “હું” [આત્મા] છે, તે દેખાતો નથી.
આટલી નાની વાત ભૂલી જવાથી જ જીવને ચાર ગતિમાં ભટકવું પડે છે.
દેહમાં સ્વપણાની બુદ્ધિ આપણને દેહ સાથે જોડે છે, ફરીફરીને દેહ આપે છે. જેમ જેમ દેહાધ્યાસ તૂટતો જાય, તેમ તેમ માનજો : દેહથી મુક્ત અવસ્થા [મોક્ષ] નજીક આવી રહી છે.
* જ્ઞાનસારના પ્રથમ જ શ્લોકમાં એ વાત સ્પષ્ટ થાય છે : તમે પૂર્ણ છો, પૂર્ણતા તમારી પોતાની છે. ભગવાન પણ તમને પૂર્ણરૂપે જુએ છે. કરુણતા એ છે કે તમને જ તમારી પૂર્ણતા પર ભરોસો નથી.
એકેક અષ્ટકમાં એકેક વિષય આવરી લેવાયો છે. આપણે ભણી જઈએ છીએ ખરા, પણ બધું જ ઉપર-ઉપરથી જાય છે, સ્થિરતાથી ઊંડાણમાં જતા નથી.
ભય, દ્વેષ અને ખેદ-આ ત્રણ દોષ હોય ત્યાં સુધી ચિત્ત ચંચળ રહે. દ્વેષથી અણગમો રહે અને ખેદથી કંટાળો આવે. ચંચળતા, અણગમાં અને કંટાળાથી કરેલું અધ્યયન તમને કેટલું ફળ આપે ? તે તમે જ વિચારી જોજો.
* અપૂર્ણદષ્ટિ અપૂર્ણ જુએ,
૪૬૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ