Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
[ભારે વરસાદ પડતાં પતરાનો અવાજ આવતાં વચ્ચે દસ મિનિટ વાચના બંધ રહી.]
* પાંચેય જ્ઞાનમાં શ્રુતજ્ઞાન ઉત્તમ ગણાયું છે, તે પરોપકારની પ્રધાનતાના કારણે. શ્રુતજ્ઞાનનું આદાન-પ્રદાન થઈ શકે, કેવળજ્ઞાનનું નહિ. આથી જ શ્રુતજ્ઞાનને સૂર્ય, ચંદ્ર, મેઘ, દીપક આદિની ઉપમા આપવામાં આવી છે.
દીપક બાહ્ય પદાર્થો પ્રકાશિત કરે. શ્રુતજ્ઞાન આપણા હૃદયને પ્રકાશિત કરે છે. સમ્યગૂ જ્ઞાનનો પ્રકાશ આવતાં જ અવિદ્યા ટળી જાય છે, અશુચિ, અનિત્ય, અને પર પદાર્થોમાં શુચિતા, નિત્યતા અને સ્વપણાની બુદ્ધિ ટળી જાય છે.
જ્ઞાન પ્રકાશે રે મોહ તિમિર હરે, જેહને સદ્ગુરુ સૂર; તે નિજ દેખે રે સત્તા ધર્મની, ચિદાનંદ ભરપૂર...”
- ઉપા. યશોવિજયજી મ. * દેવ-ગુરુ-ધર્મમાં કુદેવાદિની બુદ્ધિ મિથ્યાત્વ છે, તેમ દેહમાં આત્મ-બુદ્ધિ પણ લોકોત્તર મિથ્યાત્વ છે, એ વાત આપણને સમજાઈ નથી.
જે દેહનો સંયોગ થયો છે, તેનો વિયોગ થવાનો જ. દેહના સંયોગથી થયેલા તમામ સંબંધોનો પણ વિયોગ થવાનો જ. સંયોગ જ દુઃખનું મૂળ છે. કારણ કે સંયોગના તળીયે વિયોગ છુપાયેલો છે. સંયોગમાં સુખ માન્યું તો વિયોગમાં દુ:ખ થવાનું જ. માટે જ કહ્યું : સંનો મૂળ નીવે, પત્તા કુવરવપરંપરા ''
માટે જ વિયોગથી નહિ, સંયોગથી જ ડરો.
આવી દષ્ટિ, ભગવાન શ્રુતજ્ઞાન આપે છે. યાદ રહે: ગણધરોએ શ્રુતજ્ઞાનને ભગવાન કહ્યા છે. “સુમસ માવો’ પુફખરવરદી સૂત્રના અંતે આવતો આ પાઠ શ્રુતજ્ઞાનમાં ભગવત્તાની સૂચના કરે છે.
* ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા વિના સમ્યગદર્શન ન મળે, પણ ધ્યાનથી આપણે કેટલાય માઇલો દૂર છીએ. ધ્યાન વિના સમકિત શી રીતે મળશે ?
૪૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ