Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
* દુઃખમય સંસારનો બુચ્છેદ શુદ્ધ ધર્મથી થાય. શુદ્ધ ધર્મની પ્રાપ્તિ તથાભવ્યતાના પરિપાકથી થાય. તથાભવ્યતાનો પરિપાક શરણાગતિ આદિ ત્રણથી થાય.
હરિભદ્રસૂરિજીની સુવિશાલ પ્રજ્ઞા હતી. અત્યાર સુધી જેટલા ગ્રન્થો વાંચ્યા : એમાં ક્યાંય એક પંકિત પણ નિશ્ચય-વ્યવહારથી નિરપેક્ષ નથી મળી. - ષોડશકમાં જિનમંદિર માટે લાકડું લાવવાનું હોય તો પણ મુહૂર્ત જોવું, લાકડાના લક્ષણો જોવા, તેમાં ગાંઠ-પોલાણ વગેરે ન હોય તે જેવું. આવી ઝીણી-ઝીણી વાતો પણ એમણે લખી છે.
હરિભદ્રસૂરિજી સ્વયં આગમ-પુરુષ હતા, માટે જ એમના ગ્રન્થો પણ આગમતુલ્ય ગણાય.
આગમો પર સૌ પ્રથમ ટીકા લખનારા તેઓશ્રી હતા. સૌ પ્રથમ આવશ્યક પર ટીકા લખી.
દશવૈકાલિક પર પણ લખી. અત્યારે ટીકા મળે છે તે લઘુવૃત્તિ છે. બૃહદ્ વૃત્તિ તો મળતી જ નથી.
સ્તવ પરિજ્ઞા, ધ્યાનશતક એમના દ્વારા જ મળેલા ગ્રન્થરત્નો
છે.
મિત્રા, તારા, બલા અને દીપ્રા- આ ચારેય દૃષ્ટિઓનો સમાવેશ હરિભદ્રસૂરિએ અપુનબંધકમાં કર્યો છે.
* શુભ ભાવોની અખંડ ધારા ચાલે, ધર્માનુષ્ઠાનોમાં અમૃતનો આસ્વાદ લાગે, વિષયોથી વિમુખતા આવે તે ધર્મારાધનામાં પ્રગતિ થઈ રહી છે, તેના ચિહ્નો છે.
* ભગવાનનું સ્તવન કરતાં પહેલા શું વિચારવું ? હરિભદ્રસૂરિજી શીખવે છે :
મને આજે ત્રણ ભુવનના ગુરુ અચિત્ય ચિન્તામણિ, એકાંત શરણ રૂપ, રૈલોક્ય પૂજિત એવા નાથ મળ્યા છે. મારું કેવું પુણ્ય ?
આ બહુમાન જ ધર્મનું બીજ છે. - આ પ્રેમ માત્ર મનમાં જ નહિ, વચન અને કાયામાં પણ પેદા
કહ્યું ક્લાપૂર્ણસૂરિએ જ ૪૦૩