Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પરમાર્થવૃત્તિ સમક્તિ છે.
સમક્તિનો અર્થ છે : સ્વ-પર જીવને જીવ રૂપે સ્વીકારવો, તેની શ્રદ્ધા કરવી. આવો શ્રદ્ધાળુ બીજાના દુઃખ-દર્દ વખતે નિષ્ક્રિય શી રીતે રહી શકે ?
ચાર પ્રકારના ધર્મમાં પ્રથમ દાન ધર્મ છે, જે પરોપકારની મહત્તા સૂચવે છે.
અનુપ્રદાર્થ સ્વસ્થ ગતિ વાનમ્ | - તત્ત્વાર્થ, ૭-૩૩.
પરોપકારનો ભાવ ચરમ કક્ષાએ પહોંચે છે ત્યારે સર્વવિરતિ ઉદયમાં આવે છે, સર્વવિરતિ માટેની લાલસા જાગે છે.
એક દિવસના મારા ભોજન માટે અસંખ્ય જીવો બલિદાન આપે છે. આ રીતે દરેક ભવોમાં આપણે આ સર્વ જીવોનું ઋણ લીધું છે હવે એ ઋણ તો જ ઊતરે, જો સંયમ લઈને એ સર્વ જીવોને અભયદાન આપવામાં આવે.
હું ગૃહસ્થપણામાં હતો. જીવવિચાર ભણ્યા પછી શાકભાજી લાવતાં-સમારતાં ત્રાસ થતો : અરેરે....! આ જીવોનો મારે આ રીતે કચ્ચરઘાણ કરવાનો ? એ માટે આ જીવન છે? આ કચ્ચરઘાણ ન થાય એવું એક માત્ર સંયમ-જીવન છે. કુટુંબમાં કેટલાકનો વિરોધ હોવા છતાં હું સંયમ-જીવન લેવા માટે મક્કમ રહ્યો. સંયમ-જીવન વિના સંપૂર્ણ સાધના ન જ થઈ શકે - એવી મારી શ્રદ્ધા દઢ થઈ ગઈ હતી.
ચાર કેવળી છે : સર્વજ્ઞ, શ્રુતકેવળી, સમ્યગ્દષ્ટિ અને શ્રદ્ધાપૂર્વક કંદમૂળાદિનો ત્યાગ કરનાર.
કંદમૂળમાં જીવ છે, તેની સાબિતી તર્કથી ન થઈ શકે. આ વાત તર્કગમ્ય નથી, કેવળ શ્રદ્ધગમ્ય છે. પ્રભુ પર શ્રદ્ધા રાખીને કંદમૂળનો ત્યાગ કરનારો પણ અપેક્ષાએ કેવળી કહેવાય.
* એક જીવને સમકિત પમાડો એટલે ૧૪ રાજલોકમાં અમારિનો ડંકો વગાડ્યો કહેવાય, એવું શા માટે કહેવાયું ? કારણ કે એ જીવ હવે અપાઈ પુગલ પરાવર્તમાં મોક્ષે જવાનો. એક જીવ મોક્ષે જાય એટલે તેણે જગતના સર્વ જીવોને અભયદાન આપ્યું.
૪૮૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ