Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ઊંચાઈએ ચેતનાને લાવવી પડે. | * ભવનો ભય ન હોય, મોક્ષની ઈચ્છા ન હોય, સમર્પણભાવ ન હોય તેવાને દીક્ષા આપવાની કદી ભૂલ નહિ કરતા. નહિ તો પશ્ચાત્તાપનો પાર નહિ રહે. તમે સ્વયે હેરાન થશો. બીજાને પણ હેરાન કરશો. શાસનની પણ અપભ્રાજના થશે. દીક્ષા આપવી કે ન આપવી ? તમારા હાથમાં છે, પણ આપ્યા પછી તમારા હાથમાં કશું રહેતું નથી.
* ““હું ન સમજું એવો કોઈ શ્લોક દુનિયામાં હોય જ નહિ.' આ મિથ્યાભિમાનના કારણે જ કટ્ટર જૈનદ્વેષી હરિભદ્ર ભટ્ટ પ્રતિજ્ઞા લીધેલી : ““હું જે શ્લોકનો અર્થ ન સમજતો હોઉં, તેનો અર્થ છે સમજાવશે તેનો હું શિષ્ય બનીશ.
ભલે અભિમાનથી લીધેલી હતી આ પ્રતિજ્ઞા... પણ એ પ્રતિજ્ઞાને પણ નિષ્ઠાપૂર્વક પાળી તો તેમનો જૈન દર્શનમાં પ્રવેશ થયો. અને આપણને હરિભદ્રસૂરિ મળ્યા.
હરિભદ્રસૂરિ સાચા અર્થમાં જિજ્ઞાસુ હતા, સત્યાર્થી હતા. આથી જ દષ્ટિરાગ છોડી, મિથ્યાધર્મમાંથી સમ્યધર્મમાં પ્રવેશ પામી શક્યા.
પરોપકારની ભાવના હરિભદ્રસૂરિજીએ એટલી હદે ભાવિત બનાવી કે આખી જીંદગી પરોપકારમાં લગાવી દીધી. લોકોના ઉપકાર માટે જ ૧૪૪૪ ગ્રન્થો બનાવ્યા ને ?
સૂર્ય કોના માટે ઊગે છે ? વાદળ કોના માટે વરસે છે ? નદી કોના માટે વહે છે ? પોતાના માટે નહિ, પરોપકાર માટે.
બધા જ કાંઈને કાંઈ ઉપકાર કરે છે; એક માત્ર આપણી જાતને છોડીને.
એક વાત સમજી લો : સ્વાર્થવૃત્તિ એ જ સહજમળ છે. એ જ મિથ્યાત્વ છે. એ ન મટે ત્યાં સુધી ધર્મનો પ્રારંભ ન થાય. ' સ્વાર્થવૃત્તિ મિથ્યાત્વ છે.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૦૯