Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
લખે છે : દીક્ષાના દ્રવ્ય વિધિ-વિધાનમાં, ચૈત્યવંદનાદિમાં પણ એ તાકાત છે જે દ્રવ્યદક્ષાને ભાવ દીક્ષામાં બદલી દે.
* ચૈત્યવંદન જેવી તેવી ક્રિયા નથી. કોનું ચૈત્યવંદન કરવાનું છે ? આવા મહા કરુણાસિન્ધ, ત્રિલોકપૂજિત ભગવાનનું ચૈત્યવંદન કરવાનો મોકો મારા જેવા પામરને મળ્યો ? – આવો ગદ્ગદ્ ભાવ ચૈત્યવંદન પૂર્વે ઊઠવો જોઇએ. તો જ ચૈત્યવંદન ફળદાયી બને. પ્રભુ-પ્રેમ હોવો જોઈએ, એવો પ્રેમ કે જે બીજા કોઈ પદાર્થ પર ન હોય, માત્ર પ્રભુ પર જ હોય એને જ પ્રીતિયોગ કહેવાય. આ પ્રીતિયોગ જ ભક્તિયોગનો મૂળાધાર છે.
પ્રશ્ન : પ્રેમ છે કે નહિ એ શી રીતે જણાય ?
ઉત્તર : ચૈત્યવંદનાદિ ચાલતા હોય ત્યારે બીજું કશું યાદ આવે છે ? ખાવાનું, પીવાનું કે બીજું કાંઈ કરવાનું યાદ આવતું હોય તો સમજજો કે હજુ પ્રીતિયોગ જામ્યો નથી.
પ્રીતિયોગ મજબૂત થયા પછી જ ભક્તિયોગ વિકસે. પ્રીતિયોગમાં પ્રેમની મુખ્યતા છે. ભક્તિયોગમાં પૂજ્યતાની મુખ્યતા
છે.
આ માર્ગ પૂર્વ મહાપુરુષોએ આવરેલો છે. એમણે એ માર્ગે ચાલી અનંત સુખ મેળવ્યું છે, એ માર્ગે મને ચાલવાનો મોકો મળ્યો તે જ મારું નશીબ...આમ વિચારતાં પળ-પળે પ્રભુ-પ્રેમ વર્ધમાન થતો રહેવો જોઈએ.
પ્રભુ પ્રેમ આમ અરૂપી છે, પણ પ્રભુ-પ્રેમીના બાહ્ય લક્ષણોથી બીજાને પણ એની ખબર પડે.
પ્રભુ-પ્રેમી ગુપ્ત જ રહે. લોકોમાં દેખાડો કરવા પ્રયત્ન ન કરે. લોકોમાં દેખાડો કરવાથી પલિમંથ આવે, લોક-સંપર્ક વધતો જાય. [પલિમંથ એટલે વિપ્ન) લોક સંપર્ક ભક્તિમાં આવતું મોટું વિઘ્ન છે. શાકભાજી વેચનારા કાછીયાની જેમ ઝવેરી કદી પોતાના રત્નોને ખુલ્લા મૂકી દેતો નથી. આજ-કાલ જેઓ “શો” દિખાડો] કરવા જાય છે, તેઓ લુંટાઈ રહ્યા છે, એ સમાચાર તમે રોજ સાંભળતા રહો છો ને ?
૪૮૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ