Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
અષાઢ સુદ-૫ દ-૭-૨૦૦૦, ગુરુવાર
* સાક્ષાત્ ભગવાન ભલે નથી મળ્યા, પણ તેમનો ધર્મ મળ્યો છે. એ ધર્મનું સંપૂર્ણ પાલન સાધુઓ કરે. એ માર્ગે ચાલવા અસમર્થ શ્રાવક-ધર્મ પાળે. આવી સામગ્રી તો મળી છે, પણ આપણે સદુપયોગ કેટલો કરીએ છીએ ? જો સદુપયોગ ન થયો તો બીજી વાર તે ન મળે, એ નિયમ છે.
* વહાણમાં થતા છિદ્રોની ઉપેક્ષા કરીએ તો આખું વહાણ ડૂબી જાય. સંયમમાં લાગતા અતિચારોની ઉપેક્ષા કરીએ તો ધીરેધીરે આખું સંયમ ચાલ્યું જાય.
* દુઃખ વખતે ચિત્તમાં ઉગ થાય છે, પણ આપણે જાણતા નથી ? આને સહન કરવાથી તો પૂર્વની અસાતા ખપે છે.
જે આ દષ્ટિ કેળવાઈ જાય તો ?
સાધુને અસાતા શા માટે ઉદયમાં આવે ? હું કહું છું : સાધુને પણ ઉદયમાં આવે. કારણ કે કર્મસત્તા સમજે છે : આ સાધુ તો જલ્દી-જલ્દી મુક્તિ તરફ આગળ વધી રહ્યા છે તો જલ્દી એનો હિસાબ ચૂકતે કરી લઈએ.
જુઓ, પરમ તપસ્વી પૂ. કાન્તિવિજયજી મ. ને છેલ્લે કેન્સર થયેલું.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૦૧