Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
યથાપ્રવૃત્તિ કરણ, અપૂર્વકરણ વગેરેમાં રહેલો “કરણ' શબ્દ સમાધિનો વાચક છે. કરણ એટલે સમાધિ...! યથાપ્રવૃત્તિ કરણને અવ્યક્ત સમાધિ કહી છે.
ધ્યાન વિના સમાધિ શી રીતે આવશે ? સમાધિ વિના સમ્યગૂ દર્શન શી રીતે આવશે ? રાગ-દ્વેષની તીવ્ર ગાંઠ ભેદાયા વિના સમક્તિ નહિ મળે.
Tો ને સારો પ્પા !'' આ બે ગાથા નૈચયિક સમ્યકત્વની પ્રાપ્તિ પર ભાર મૂકે છે.
દેહ પરની મમતા ઓછી થયા વિના, એનાથી પર આત્મા છે, એવી બુદ્ધિ વિના સમક્તિ શી રીતે મળશે ? દેહને જરાક કાંઇક થતાં આકુળ-વ્યાકુળ થનારા આપણે આત્મા ગમે તેટલો માંદો હોય, પરવા નથી કરતા. આ સ્થિતિમાં સમક્તિ શી રીતે મળશે ?
સમક્તિ એટલે સમ્યગ્ગદર્શન ! શ્રદ્ધાપૂર્વકનું દર્શન ! સમ્ય” એટલે સાચી રીતે. શ્રદ્ધાથી જ જગતનું સાચું દર્શન થઈ શકે છે.
* યોગદષ્ટિ-સમુચ્ચય' ગ્રન્થની રચના કરીને હરિભદ્રસૂરિજીએ મહાન ઉપકાર કર્યો છે. નવસારી ચાતુર્માસ [વિ.સં. ૨૦૨૬] માં એક જૈનેતર ભાઈ એક માઈલ દૂરથી રોજ વ્યાખ્યાનમાં આવી જતા. યોગદષ્ટિ સમુચ્ચય પરના વ્યાખ્યાન સાંભળીને એને એમ થતું : અહીં તો પતંજલિ વગેરેની તમામ વાતો આવી ગયેલી છે. જૈનેતરો પણ સ્વીકારી શકે એવો આ ગ્રંથ છે.
* આપણે બહિર્દષ્ટિ-બહિર્મુખી છીએ. જરા હૃદયને પૂછો : પાંચ મિનિટ પણ આપણે અન્તર્દષ્ટિ બનીએ છીએ ?
“બાહિર દૃષ્ટિ દેખતાં, બાહિર મન ધાવે; અન્તર દૃષ્ટિ દેખતાં, અક્ષય પદ પાવે...”
– ઉપા. યશોવિજયજી મ. સૌ પ્રથમ અન્તર્દષ્ટિથી મળતી જાગૃતિ ઘાસના અગ્નિ જેવી હોય છે. થોડીવાર રહીને ચાલી જાય છે. શરૂમાં ક્યારેક ભક્તિ
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૬૯