Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કરતાં, જ્ઞાન ભણતાં આવી ઝલક મળે છે. આગળ-આગળની દૃષ્ટિ આવતાં જાગૃતિ વધુને વધુ ટકતી રહે છે. માટે જ ત્યાં થતા બોધને ક્રમશઃ લાકડાના અને છાણના અગ્નિ સાથે સરખાવ્યો છે. પછી પાંચમી દષ્ટિમાં રત્નના દીવા જેવી જાગૃતિ આવી જાય છે. દીવો બુઝાઈ જાય, પણ રત્નની જ્યોત બુઝાય ? ક્ષાયિક સમક્તિ મળ્યા પછી આત્મ જાગૃતિ જતી નથી.
* માત્ર મિત્રો દૃષ્ટિના લક્ષણો જોઈએ તો પણ છક્ક થઈ જઈએ : વાચનાચાર્ય પાસેથી શ્રવણ, આગમ-લેખન વગેરે પ્રથમ દૃષ્ટિના લક્ષણો છે.
આવા શાસ્ત્રો જોઈએ ત્યારે મનમાં થાય : આપણું આમાં ક્યાં સ્થાન છે ? પ્રભુને પ્રાર્થવાનું મન થાય : પ્રભુ ! અમે તારા શરણે છીએ. અમારા માટે યોગ્ય હોય તે માર્ગે અમને ચડાવજે.
ભગવાનની ભક્તિમાં તાકાત છે : મિથ્યાત્વના પિશાચને હટાવવાની. ભગવાનને સાથે રાખી સાધના–માર્ગે આગળ વધો.
ભગવાન સાથે છે તો કોનો ડર? ભગવાન પાસે મોહ રાંકડો
સફળતાના સાત સૂત્રો (૧) વ્યસનોથી મુક્તિ (૨) વ્યવસાયમાં નીતિ (૩) વ્યવહારમાં શુદ્ધિ (૪) વ્યવસ્થાની શક્તિ (૫) વસ્તૃત્વમાં નમસ્કૃતિ (૬) પ્રતિકૂળતામાં વૃતિ (૭) પરમાત્માની ભક્તિ
૪૦૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ