Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કે કાનજીભાઈના ભક્તો જેવી હાલત થાય, ગમે તેટલો અનુભવ સંપન્ન યોગી પણ ગુરુ-સેવા આદિનો ત્યાગ ન કરે. પૂજ્ય હેમચન્દ્રાચાર્ય કૃત યોગશાસ્ત્રનો ૧૨મો પ્રકાશ વાંચો, ગુરુકૃપાની મહત્તા સમજાશે.
નિશ્ચય આવતાં વ્યવહાર છોડી દેવાની ભૂલ ઘણા લોકો કરતા હોય છે. આ બહુ જ લપસણો માર્ગ છે. માટે જ ઉપા. યશોવિજયજી મહારાજે ઠેર ઠેર એની સામે લાલબત્તી ધરીને પોતાની ઉત્કૃષ્ટ ગીતાર્થતા સિદ્ધ કરી છે.
* શિરા માટે મહેનત કરે મા, છતાં બાળક પણ મા જેવો શિરાનો આસ્વાદ માણે તેવો જ આસ્વાદ માણી શકે – જરાય ફરક નહિ .
મહાપુરુષો મહેનત કરીને આપણને સારભૂત તત્ત્વજ્ઞાન આપે છે. આપણને તે વિના પ્રયત્ન મળે છે.
ઋષભદેવે હજાર વર્ષ સુધી મહેનત કરીને મેળવ્યું તે કેવળજ્ઞાન થોડી જ ક્ષણોમાં મરુદેવીએ મેળવી લીધું.
* હમણાં ભગવતીમાં જમાલિનો અધિકાર ચાલે છે. જમાલિને લાગે છે : “ડેના હવે ભગવાનની આ વાત બરાબર નથી, ડે છડે જ બરાબર છે.
એમાં તેને એટલું અભિમાન આવી જાય છે કે આવું ચિંતન કરનાર હું જ જગતમાં પહેલો છું.
એ પોતાની જાતને સર્વજ્ઞ માનવા લાગે છે. ભગવાન સામે પણ તે પોતાને “સર્વજ્ઞ” જાહેર કરે છે.
આ છે મિથ્યાત્વ ! આવા મિથ્યાત્વના કારણે જ આપણે હારી ગયા હોઈશું. કેટલીયે વાર આપણને “મહાવીર' મળ્યા હશે, પણ આપણે “જમાલિ” બન્યા હોઇશું. કદાચ “જમાલિ' પણ નહિ. જમાલિનું તો ૧૫ ભવમાં ઠેકાણું પડી જવાનું, આપણું ક્યાં પડ્યું છે?
આપણી સાધનામાં આ બધા [અભિમાન આદિ] મોટા ભય સ્થાનો છે. કોઈ સ્થાને સાધક ડૂબી ન જાય, સપડાઈ ન જાય, તેની
કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૪૩