Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
બિરાજમાન છે.
વિશેષાવશ્યકમાં લખ્યું છે : જે શિષ્યના હૃદયમાં ગુરુ છે, તેને કદી વિયોગ પડતો જ નથી. ગુરુની બધી જ શક્તિ તેવા શિષ્યમાં સંક્રાન્ત થઈ જાય. આ જ વાત ભગવાન પર પણ લાગુ પડે.
* શરીર પર રાગ વધુ કે ભગવાન પર વધુ ? ગમે તેટલું શરીરને કષ્ટ પડે, પણ ભગવાનનો રાગ છુટવો ન જોઈએ. [ો કે મારી આવી સાધના નથી. હું તો માત્ર કહું છું.]. * “રાગ ભરે જન-મન રહો, પણ તિહું કાલ વૈરાગ;
ચિત્ત તમારા રે સમુદ્રનો, કોઈ ન પામે રે તાગ...”
હે પ્રભુ....! લોકો કહે છે : આપ વીતરાગ છો, તો પણ ભક્તોના મનમાં રહો છો. આ રાગ ન કહેવાય ? પ્રભુ ! આપનું ચિત્ત તો સમુદ્ર છે. એનો કોણ તાગ પામી શકે ?
" औदासीन्येऽपि सततं, विश्व विश्वोपकारिणे ।
नमो वैराग्य निघ्नाय, तायिने परमात्मने ।"
ભગવાન ઉદાસીન છે, વીતરાગ છે, એનો અર્થ એવો નથી કે ભગવાન પત્થર જેવા કઠોર બની ગયા. ભગવાન તો ફૂલથી પણ કોમળ છે. વીતરાગ હોવા છતાં પરમ વાત્સલ્યના ભંડાર છે. અનેકાંતવાદની દષ્ટિએ પરસ્પર વિરોધી ગુણધર્મો પણ સમાઈ શકે.
ભગવાન વીતરાગ છે છતાં રાગીના હૃદયમાં વસે છે, સંસારનો રાગ ખરાબ છે, ધર્મ-રાગ, ભક્તિ-રાગ તો ખૂબ જ શ્રેષ્ઠ છે.
ભગવાનને કહીએ છીએ ને ? : “જિણંદરાય ! ધરજો ધર્મ-સનેહ...”
ભગવતી સૂત્રમાં આવે છે : “દંતા જોય.” ગૌતમ સ્વામીને જવાબ આપતાં ભગવાન આ કહે છે. “હન્ત' શબ્દ પ્રીતિ-વાચક પણ છે, એમ ટીકાકારે નોંધ્યું છે. વીતરાગમાં પ્રીતિ ક્યાંથી આવી ? આ પ્રીતિ ભગવાનની કરુણા અને વત્સલતાને જણાવનારી છે. પારણું દૂર છે, પણ દોરી માતાની પાસે છે. આપણી હૃદયની
૫૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ