Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આપણે ભગવાન માટે એમ માની બેઠા ઃ ભગવાન મોક્ષમાં ગયા એટલે પતી ગયું, નિષ્ક્રિય બની ગયા, પણ એમની પરોપકારિતા, એમની કરુણા હજુ પણ કામ કરે છે, એ વાત પર કદી વિચાર કરતા જ નથી.
ભક્તામરમાં લખ્યું છે : “તામવ્યયં....” આ વિશેષણોથી ભગવાનની શક્તિ વ્યક્ત થયેલી છે.
ખરી વાત એ છે કે ભગવાન પોતાનું સાચું સ્વરૂપ ભક્તને જ બતાવે છે. બીજા બેઠાં તો હવા ખાય છે.
વેધકતા વેધક લહે, બીજા બેઠા વા ખાય.”
- પં. વીરવિજયજી * તાંબા કે લોઢા પર સુવર્ણસિદ્ધિનો રસ પડે તો તે સોનું બની જાય, એમ કહેવાય છે. ભગવાનની ભક્તિનો રસ આપણા હૃદયમાં પડે તો આપણો પામર આત્મા પરમ બની જાય.
ભગવાનના ગુણો પરનો પ્રેમ એ જ વેધક-રસ સમજવો. જેને આવો ભક્તિ-રસ ઉત્પન્ન થયો એ અવશ્ય ભગવત્તા પ્રાપ્ત કરવાનો.
* યોગદષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે : गुरुभक्ति प्रभावेन, तीर्थकृद्दर्शनं मतम् । समापत्त्यादि भेदेन, निर्वाणैक निबन्धनम् ॥
ગુરુ ભક્તિના પ્રભાવથી સમાપત્તિ આદિથી મોક્ષનું એક કારણ તીર્થંકર પ્રભુનું દર્શન થાય છે.
આ જ વાતને પંચસૂત્રમાં આ રીતે કહી છે : “ગુરુવહુમાળો મોવો ”
સમાપત્તિ એટલે પ્રભુ સાથે સંપૂર્ણરૂપે તન્મય બની જવું. સમાપત્તિ ગુરુભક્તિ વિના ન આવે.
પરોક્ષ રહેલા ભગવાનને અપરોક્ષરૂપે [પ્રત્યક્ષરૂપે] બતાવનાર ગુરુ છે. ધ્યાનસ્થ દશામાં શિષ્યને ભગવાનના દર્શન થાય છે. એટલે
૪પ૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ