Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
અષાઢ સુદ-૩ ૪-૭-૨૦૦૦, મંગળવાર
* પન્ના એટલે પ્રકીર્ણક ! તમારી ભાષામાં કહું તો પરચૂરણ ! આગમમાં ન આવેલા પરચૂરણ વિષયોનો સમાવેશ આ પન્નાઓમાં થયેલો છે. એમ કહેવાય છે કે ભગવાન મહાવીરના દરેક [ચૌદ હજાર] શિષ્ય પન્નાની રચના કરેલી છે.
* વરસાદ આવવાનો હોય તેના લક્ષણો અગાઉથી જણાય. આપણને ખબર પડી જાય : હવે વરસાદ આવશે જ. તેમ મોક્ષ મળવાનો હોય તેના ચિહનો પણ અગાઉથી જણાય જ, જીવન્મુક્તિ આવે જ.
વીજળીના ચમકારા, વાદળની ગર્જનાઓ, વાતાવરણના બફારાને દૂર કરતા પવનના સુસવાટા-વગેરેથી જાણી શકાય ? હમણાં જ મેઘરાજા તૂટી પડશે. ગાંધીધામ (વિ.સં.૨૦૧૯] ચાતુર્માસમાં સાંજે બહાર જવા નીકળ્યો. ઘટાટોપ મેઘાડંબર જોઈ મેં જવાનું માંડી વાળ્યું. ૨-૪ મિનિટોમાં જ મેઘરાજા વરસી પડ્યા.
ભગવાનની કૃપાનો ધોધ વરસવાનો હોય તે પૂર્વે જીવોમાં અમુક ગુણો ચિહ્નરૂપે દેખાય છે. દા.ત. નયસારને સમક્તિ મળવાનું હતું, તે પહેલા અતિથિને જમાડીને જમવાનું મન થયું. હાથી મેઘકુમાર બનવાનો હતો તે પૂર્વે તેને સસલાને બચાવવાનું મન થયું.
૪૬૦ જ કહ્યું,
લાપૂર્ણસૂરિએ