Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કે ધ્યાન વડે તે પ્રભુના ગુણોને સ્પર્શે છે.
આવા પદાર્થો આપણી સામે પડ્યા હોય છતાં આપણું ચિત્ત તેમાં લાગતું નથી, બીજે બધે ફેલાયેલું છે, એ આપણી મોટી કરુણતા છે.
* “ો ને સાસગો પા” આ શુદ્ધ નિશ્ચય નયનું જ્ઞાન મોહનું મૂળ કાપે છે. આવી ભાવનાથી આપણું આત્મત્વ જાગી ઊઠે છે. બકરીની જેમ બેં બેં કરતો સિંહ હવે ગર્જી ઊઠે છે. એને થાય છે : હું એટલે પરમ, પામર નહિ. હું એટલે સિંહ, બકરી નહિ.
એવી ગર્જના સાંભળતાં જ સૌ પ્રથમ ભરવાડ [મોહ] ભાગે. પછી બકરીઓ [બીજી કર્મ-પ્રકૃતિઓ] પણ ભાગે.
આત્મા જાગે મોહ ભાગે.... માત્ર એક ગર્જનાની જરૂર છે.
ભક્તિમાં લીન ન બનીએ ત્યાં સુધી સિંહત્વ યાદ નહિ આવે. આ બધું કહેવું-બોલવું-લખવું-સાંભળવું સહેલું છે, પણ એને ભાવિત બનાવવું ઘણું જ કઠણ છે. માટે જ હું હંમેશા જ્ઞાનને ભાવિત બનાવવા પર જોર આપું છું.
* સાધનાનો પ્રારંભ છ આવશ્યકોથી થાય છે.
જીવન જરૂરિયાતની મુખ્ય ચીજે ત્રણ છે : હવા, પાણી અને ખોરાક. આધ્યાત્મિક જીવનની મુખ્ય છ ચીજો છે :
| સામાયિક, ચઉવિસત્થો, વાંદણા, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ન અને પચ્ચકખાણ.
આપણે પ્રતિક્રમણ કર્યું. એટલે માની લીધું ઃ છ આવશ્યક થઈ ગયા. ખરેખર એવું નથી, આપણા ચોવીસેય કલાક છ આવશ્યકમય હોવા જોઈએ. પ્રતિક્રમણ તો માત્ર એનું પ્રતીક છે. - પહેલું આવશ્યક સામાયિક.
સામાયિક એટલે સમતા. સર્વ જીવો પર શમત્વ અને બધા પદાર્થો [નિંદા કે સ્તુતિ,
કહ્યું, કલાપૂર્ણસૂરિએ કે ૪૫૦