Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
હોય, આંતરડા તણાતા હોય, ભયંકર વેદના હોય ત્યારે નવકાર સિવાય બીજું કાંઈ યાદ નહિ આવી શકે. ત્યારે ૧૪ પૂર્વીઓ પણ બીજું બધું છોડી નવકારના શરણે જાય છે.
નવકારને ભાવિત બનાવ્યો હશે તો જ અંત સમયે યાદ આવશે. વારંવાર ભાવપૂર્વક રટવાથી જ નવકાર ભાવિત બને છે. માટે જ હું નવકારવાળીની બાધા આપતો રહું છું.
સળગતા ઘરમાંથી વાણિયો રત્નની પોટલી લઈને જલ્દી નીકળી જાય, તેમ મૃત્યુના સમયે સળગતા શરીરમાંથી નવકારરૂપી રત્નની પોટલી લઈ આપણે નીકળી જવાનું છે.
અત્યંત સાવધાની રાખવી પડશે. આ સાવધાની ભગવાનની કૃપાથી જ મળશે.
* ભગવાન જો તમારા હૃદયમાં રહી ગયા તો ગમે તેટલું મોહનું તોફાન તમારી જીવન-નૈયા નહિ ડૂબાડી શકે.
તપ-જપ મોહ મહાતોફાને, નાવ ન ચાલે માને રે; પણ નવિ ભય મુજ હાથોહાથે, તારે તે છે સાથે રે.'
અમેરિકા જેવી મહાસત્તાનું પીઠબળ હોય તેને ટચુકડા દેશો પરેશાન કરી શકે નહિ તેમ પ્રભુનું પીઠબળ જેને મળ્યું હોય તેને મોહ પરેશાન કરી શકે નહિ.
“ફો મે સારો પપ્પા, નાબ-વંસળ-સંgો | સેસા વાહિરા માવા, સર્વે સંગોવિશ્વUT ITદુકા”
આ ગાથા અહીં આવી છે, જે રોજ આપણે સંથારા પોરસીમાં બોલીએ જ છીએ.
મૃત્યુના તિથિ, વાર, માસ, વર્ષ કે કોઈ સમય નિયત નથી. એ ગમે ત્યારે આવી જાય. સાધુ એને સત્કારવા સદા તૈયાર હોય : આવ મૃત્યુદેવ ! હું તારું સ્વાગત કરવા તૈયાર છું. દુનિયાના બીજા લોકો તારાથી ડરીને દૂર ભાગતા હશે, પણ હું એવો નથી,
૪૪૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ