Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
અષાઢ સુદ-૨ ૩-૭-૨000, સોમવાર
[આજે સવારે ગિરિરાજ પર પૂજ્યશ્રીની નિશ્રામાં દાદાના દરબારમાં અભિષેક કરાયા. શશિકાંતભાઇ દ્વારા મેઘરાજાને પ્રાર્થના કરાઇ. શ્રેણિભાઈ પણ આવેલા. બપોરે મેઘરાજા રીજ્યા પણ ખરા. ગઇ કાલે પણ રીઝેલા.]
* ભગવાનની આજ્ઞા પાળવાથી તેમની અચિંત્ય શક્તિનો અનુભવ થાય છે. ઉદાહરણ રૂપે ગણધર ભગવંતો. તેમણે જ્યાં બિનશરતી સમર્પણ કર્યું ત્યાં જ સમ્યગ્દર્શનાદિ પામી સર્વવિરતિ તો મેળવી જ, ત્રિપદીના શ્રવણ માત્રથી અન્તર્મુહૂર્તમાં દ્વાદશાંગી પણ બનાવી.
તીર્થંકર નામકર્મની જેમ ગણધર નામકર્મનો પણ ઉદય થાય છે. તે ઉદય, તેમનો ત્યારે થયેલો. '
ભગવાન પછી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ સુધી, ૧૦૦૦ વર્ષ સુધી આગમોનો પાઠ મુખપાઠથી ચાલતો રહેલો. પછી આગમો પુસ્તકારૂઢ બન્યા. પુસ્તકોની જરૂર પડી તે વધતી બુદ્ધિહીનતાની સૂચના હતી.
* આદિનાથ મહાકાવ્યના રચયિતા કવિ ધનપાલને રાજા ભોજે કહ્યું : આમાં અયોધ્યાના સ્થાને ધારા, આદિનાથના સ્થાને શંકર,
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૪૫૩