Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
માર્ગને આગળ ચલાવવામાં આપણે નિમિત્ત બનીએ છીએ.
આગમ પ્રમાણે જીવન જીવવાથી જ સાચી પરંપરા ચાલે. માટે જ જ્ઞાની અને ક્રિયાવાન જ સ્વયં તરે અને બીજાને તારે, એમ કહ્યું
* દરિયો ગમે તેટલો ભયંકર હોય કે ગમે તેટલો મોટો હોય, પણ મજબૂત સ્ટીમરમાં બેસનારને ભય નથી હોતો : હું શી રીતે પેલે પાર પહોંચીશ ?
સંસાર ગમે તેટલો ભયંકર હોય, પણ આ તીર્થના જહાજમાં બેસનારને ભય કેવો ?
બાપલડાં રે પાતકડા તુમે શું કરશો હવે રહીને રે? શ્રી સિદ્ધાચલ નયણે જોતાં, દૂર જાઓ તુમે વહીને રે.”
આ તીર્થની સ્પર્શનાનો સૌથી મોટો ફાયદો એ કે આપણને ભવ્યત્વની છાપ લાગી. દુર્ભવ્ય તો એની સ્પર્શના પામી શક્તો
નથી.
બીજો ફાયદો : દુર્ગતિનો ભય ગયો. ત્રીજો ફાયદો : સમક્તિ મળ્યું.
આ શાશ્વત ગિરિરાજની સ્પર્શના જેવું ઉત્તમ નિમિત્ત મળવા છતાં સમક્તિ ન મળે તો થઈ રહ્યું.
* સાકરમાં મીઠાશ, વસ્ત્રમાં સફેદાઈ અભેદભાવે છે, તેમ આત્મામાં ગુણો અભેદભાવે રહેલા છે. જ્ઞાન, આનંદ વગેરે ગુણો આપણી અંદર જ અભેદભાવે છે, છતાં આપણે એને પારકા માનીએ છીએ ને પારકા વર્ણ, ગંધ, આદિને પોતાના માનીએ છીએ. આ જ મોહ છે. આ જ અવિદ્યા છે.
ગુરુએ તો માત્ર ઓળખ માટે નામ આપ્યું. પણ આપણે તો એ નામને “હું ' માની બેઠા, એની કોઈ પ્રશંસા કરે તો રાજી, નિંદા કરે તો નારાજ થઈ જઈએ છીએ. નામથી પર મારું અસ્તિત્વ છે, એ વાત જ ભૂલી ગયા. * સાધના આપણને લાગુ નથી પડતી તેનું કારણ ભગવાનનું
૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ