Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
અમારા લોદીમાં કિશનલાલજી રહે. મહેમાનગતિ કરવામાં એટલા ઉદાર કે આવનારની ભક્તિ કરવામાં કાંઇ બાકી ન રાખે. શિયાળામાં તો કાજુ, બદામ, પીસ્તા ખોબા ભરીને આપે. એ કારણે પુણ્ય પણ એવું કે એ યુગમાં પણ લાખો રૂપિયા કમાતા.
* જયપુરમાં [વિ.સં.૨૦૪૨] એક ભાઈ આવ્યો. મેં નવકારની બાધાની વાત કરી તો કહેવા લાગ્યો :
.
મહારાન...! નવાર શિનને સે ક્યા હાયવા ? રોટી....રોટી... बोलने से क्या पेट भर जायेगा ? अरिहंत.... अरिहंत बोलने से क्या मोक्ष हो जायेगा ? मुझे बात नहीं बैठती ।
મેં એને અર્ધો કલાક સુધી સમજાવ્યો. પણ પેલો માનવા તૈયાર જ ન થયો.
મેં છેવટે કહ્યું : ‘“ટી હૈ । બાપજી નૈતી મરની । ત્રાપજો सद्बुद्धि मिलो.... मैं तो प्रभु से यही प्रार्थना करूंगा । लो, यह વાસક્ષેપ ।''
પેલો ભાઈ વાસક્ષેપ લઈને ચાલતો થયો. મને થયું : આ બિચારો નવકારની નિંદા કરીને કેટલા કર્મ બાંધશે ?
બજારમાં જઈને પેલો સાંજે પાછો ફર્યો ને કહેવા લાગ્યો : “ગુરુવેવ...! પ્રતિજ્ઞા કે વો ! મેરી પત્તી થી ! વિના માવાન का नाम लिये, किसी का आत्मकल्याण नहीं हो सकता ।" તેણ એક માળાની બાધા સામે ચડીને લીધી. મને સંતોષ
થયો.
* ભગવાનનું નામ બહુમાનપૂર્વક લેવાનું શરૂ કરો એટલે પાપો પોતાના બિસ્ત્રા-પોટલા લઈને ભાગે જ. સૂર્યના કિરણથી અંધકાર ભાગે. પ્રભુના નામથી પાપ ભાગે...
“વસંસ્તવેન.. ભવસન્તતિ...’’
ભક્તામર
આખોય લોગસ્સ ભગવાનના નામથી ભરેલો છે. ચોવીશેય ભગવાનની નામપૂર્વકની સ્તુતિ ખુદ ગણધરોએ રચી છે. જેમાં
૪૪૨ * કહ્યું, કલાપૂર્ણસૂરિએ