Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
જેઠ વદ-0)) ૧-૭-૨૦૦૦, શનિવાર
* આ તીર્થ ભગવાનની કરુણાનું ફળ છે. સૌ જીવો પૂર્ણ સુખને પામે-એવી કરુણામાંથી આ તીર્થનો જન્મ થયો છે.
ભગવાનનું ચારિત્ર પૂર્ણ સુખ આપવા સમર્થ છે. ચારિત્રના દઢ સંસ્કારો એવા નાખો, જેથી આ ચારિત્ર, પૂર્ણ સુખમય મોક્ષ ન મળે ત્યાં સુધી દરેક જન્મમાં મળ્યા જ કરે. ૭-૮ માનવભવ સુધી ચારિત્ર મળે તો વાત પૂરી થઈ જાય, મોક્ષ મળી જ જાય. આ ચારિત્ર નિરતિચાર જોઈએ, નિઃશલ્ય જોઈએ. શલ્ય રહી જાય તો સમાધિ-મરણ ન મળે. સમાધિ મરણ ન મળે તો સદ્ગતિ ક્યાંથી મળે ?
સશલ્ય મૃત્યુ આપણને વિરાધક બનાવે છે.
આ એક ભવ સુધરી જાય, એકવાર માત્ર સમાધિ મૃત્યુ મળી જાય તો ભવોભવ સુધરી જાય. શર્ટમાં પહેલું એક બટન બરાબર નખાઈ જાય તો બાકીના બટન બરાબર જ આવવાના. એક બટન આડું અવળું નખાઈ ગયું તો બધા જ બટન આડા-અવળા જ નખાઈ જવાના. આ એક ભવ બરાબર તો ભવોભવ બરાબર. આ એક ભવ ખરાબ તો ભવોભવ ખરાબ.
* શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા-સમ્યકત્વના
૪૪૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ