Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ભાષામાં કહેવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારા હાથે બનતી વાનગીઓ કેવી છે ! તે તો તમને વધુ ખબર પડે.
* શુભ વિચારોથી શુભ કર્મોની તાકાત વધે. એટલી તાકાત વધે કે અશુભ કર્મો પણ શુભમાં બદલાઈ જાય. અશુભ વિચારો કરવાથી ઉલ્લુ બને. શુભ કર્મો પણ અશુભમાં બદલાઈ જાય.
શાસ્ત્રકારો શુભ વિચાર પર વજન આપવાનું એટલે જ કહે છે.
* હું હમણા સિદ્ધાચલ પર પડી ગયો. નીચે પત્થર હતા. ક્યાંય પણ પડું તો વાગે તેમ જ હતું. માથામાં, પીઠમાં, પગમાં, હાથમાં, ક્યાંક તો વાગે જ. પણ આશ્ચર્ય ! મને ક્યાંય ન વાગ્યું. મને પોતાને નવાઈ લાગે છે. આમાં હું ભગવાનનો અનુગ્રહ ન માનું તો કોનો માનું ?
* દિવસમાં ઇરિયાવહિયં કેટલી વાર કરવાની હોય ? ડગલે ને પગલે ઈરિયાવહિયં ઊભી જ હોય. પ્રતિક્રમણ, પડિલેહણ, દેવવંદન વગેરે તમામ ક્રિયામાં ઇરિયાવહિય. અરે... કાજો લેવો હોય કે ૧૦૦ ડગલાથી વધુ ચાલ્યા હોઈએ કે પ્રશ્નવણાદિ પરઠવ્યું હોય તોય ઈરિયાવહિય. શું છે આ ઇરિયાવહિયંમાં? ઈરિયાવહિયંમાં અશુભ ભાવની ધારાને નાશ કરવાના ત્રણેય ઉપાયો સમાવિષ્ટ છે.
ઇરિયાવહિય માં દુષ્કૃત-ગર્યા. લોગસમાં સુકૃત-અનુમોદના અને શરણાગતિ છે.
* ભૂલ કરવી, કર્યા પછી ન સ્વીકારવી, પશ્ચાત્તાપ કે પ્રાયશ્ચિત્ત ન કરવું... એટલે પોતાના હાથે પોતાનું જ દુ:ખમય ભાવિ ઊભું
કરવું.
બની શકે ત્યાં સુધી ભૂલ કરવી જ નહિ. ભૂલ થઈ જાય તો તરત જ કબૂલ કરવી, “
મિચ્છામિ દુક્કડ” માંગવું. નાના હોય તોય સામેથી ““મિચ્છામિ દુક્કડ” માંગવું. આમાં કાંઈ મોટાઈ જતી નથી.
* આચાર્ય ગરમ થઈ જાય ત્યારે નમ્ર શિષ્ય શું વિચારે ?
૪૩૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ