Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
શકતા નથી. તમે જોતા રહો, અને આ બદ્ધમૂલ બનેલા અશુભ વિચારો તમારી પાસેથી કાર્ય કરાવતા રહે. નજર સામે જ ચોરી થતી રહે છતાં તમે લાચાર બનીને જોયા કરો. કશું જ ન કરી શકો.
જો આમ જ હોય તો અશુભ વિચારોને બદ્ધમૂલ શા માટે થવા દેવા ? અશુભ વિચારોને ત્યારે જ દુષ્કત ગર્તા દ્વારા નિર્મૂળ શા માટે ન કરી દેવા ?
અશુભ વિચારોથી ત્રિપૃષ્ઠના ભવમાં કરેલા કર્મો ઠેઠ મહાવીર સ્વામીના ભાવમાં પણ ભોગવવા પડતા હોય, કર્મો ભગવાનને પણ ન છોડતા હોય, તો એ કર્મોથી અત્યારથી જ આપણે સાવચેત શા માટે ન રહેવું ?
પાપોને દૂર કરવા હોય તો સતત તેની આલોચના, નિંદા, ગર્તા, દુગંછા આદિ કરતા રહો.
“आलोइअ निंदिअ गरहिअ दुगंछिअं सम्मं ।'
આમ કરનાર સાધકના જન્મ-મરણનું ચક્ર અટકી જાય છે. કારણ કે એના મૂળમાં તેણે પલિત્તો ચાંપ્યો છે
* આદિનાથ ભગવાનના જીવે, જીવાનંદ વૈદના ભવમાં એક મુનિની જબરદસ્ત સેવા કરેલી. કુષ્ઠ-રોગગ્રસ્ત એક મુનિને નીરોગી બનાવેલા. મિત્રોની સહાયથી તેમણે સેવા કરેલી. ગોશીષ ચંદન, રત્નકંબલ, લક્ષપાક તેલ એિકેકનું મૂલ્ય એક લાખ સોનૈયા હતું ] આ ત્રણેય વસ્તુના સમ્યમ્ ઉપયોગથી ઈલાજ કરેલો.
તીર્થકરોના જીવો આવા હોય.
આથી જ તીર્થંકરો “કાકામેતે પરાર્થ વ્યસનનઃ ” કહેવાયા છે.
* પાપોના પ્રાયશ્ચિત્ત માટે [કોને કેટલું પ્રાયશ્ચિત્ત આપવું તે બતાવવા ૪૫ આગમમાં છ આગમો છે. એ છ ને છેદગ્રંથો કહેવાયા છે. છેદગ્રંથો ભણવા માટે પર્યાય, પદ કે ઉંમર નહિ, પણ ગંભીરતા જ જોવાય. ગમે તેટલા દબાણ છતાં ગુપ્ત વાત નીકળે નહિ તે ગંભીરતા છે. પેલી ત્રણ પૂતળીની વાર્તામાં આવે છે ને ? ત્રણ
૪૩૬ ક કહ્યું, કલાપૂર્ણસૂરિએ