Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
“મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી.”
ભક્તિમાં એવું સુખ અનુભવાય કે એમાં જ મુક્તિ લાગે. પ્રભુ મહાવીરને ગૌતમ કહે છે કે, “મારો મોક્ષ ક્યારે ?'
ભગવાન કહે છે : “મારો રાગ છોડ.”
પણ કેવળજ્ઞાન માટે પ્રભુની ભક્તિ છોડવી પડે એ ગૌતમને પરવડતું નથી.
ગૌતમ સ્વામીએ પ્રભુની ભક્તિ માટે કેવળજ્ઞાનને જતું કર્યું, પણ પ્રભુ ગૌતમસ્વામીને કેવળજ્ઞાન આપ્યા વગર ગયા ? આ ભક્તિથી જ ગૌતમને કેવળજ્ઞાન થશે એમ પણ પ્રભુ જાણતા હતા. માટે જ દેવશર્માને પ્રતિબોધ કરવા પ્રભુએ મોકલ્યા. કોકવાર થાય કે આપણો જન્મ મહાવિદેહમાં કેમ ન થયો ? પણ જો આ જ પરિણતિમાં આપણો મહાવિદેહમાં જન્મ થયો હોત તો ત્યાં સાક્ષાત્ ભગવાનની ઘોર આશાતના કરત. ને આશાતનામાં મહા ભયંકર પાપ બાંધત. માટે જ આપણો જન્મ આ ભરતમાં થયો છે.
ભારતમાં જન્મ થયો એ ભગવાન દ્વારા આપણી પરીક્ષા છે : મારા વિરહમાં તે ભક્તિ કરે છે કે નહિ !
પ્રભુના વિરહમાં પણ જો આપણે સારું ચારિત્ર પાળીશું તો પછી મહાવિદેહમાં નંબર લાગી જશે.
આ કાળમાં મોક્ષ નથી, પણ મોક્ષમાર્ગ તો છે ને ! ભલે મહાવિદેહ થઈને ત્યાં જવાનું હોય. ટિકિટ રીઝર્વ કરાવી દો. સીધી ગાડી ન મળે તો પણ જંકશન આવે ત્યાં આપણે ઉતરવું નહિ પડે. એ ડબ્બો જ ત્યાં જોડાઈ જશે.
ભગવાન તમને જુએ છે કે નહિ ? ૨૪ કલાક જુએ છે કે થોડાક જ કલાક ? એનાથી કાંઈ ન છુપાવી શકો. ભગવાન મને સતત જોઈ રહ્યા છે. એવો ભાવ રહે તો ક્યારેય અકાર્ય થાય ?
ક્ષીરકદંબક ગુરુએ ત્રણેયને કહ્યું : આ કૂકડાને મારજો, પણ કોઈ ન જુએ ત્યાં. પાપ કરવાની છૂટ પણ કોઈ ન જુએ ત્યાં. નારદને લાગ્યું : મને ભગવાન જોઈ રહ્યા છે. મારાથી કૂકડો શી
૨૨૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ