Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સાણસાના સ્થાને આપણે ચાર શરણા સ્વીકારવા પડશે.
અરિહંતાદિ ચાર શરણાથી ચાર કષાય જશે. અરિહંતના શરણથી ક્રોધ. સિદ્ધના શરણથી માન. સાધુના શરણથી માયા. ધર્મના શરણથી લોભ જશે.
શરણાગતિના પ્રભાવથી આપણા કર્મો ક્ષીણ થાય છે, શિથિલ થાય છે. “सिढिलीभवंति परिहायंति खिज्जंति असुहकम्माणुबंधा'
-પંચસૂત્ર. * બાર મહિનાના પર્યાયમાં તો સાધુનું સુખ અનુત્તર વિમાનના દેવના સુખથી પણ ચડી જાય. વેશ્યા જેમ જેમ વિશુદ્ધ બનતી જાય, તેમ તેમ તેની મીઠાશ વધતી જાય.
કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યા કડવી હોય; તેજ-પદ્ધ-શુક્લ લેગ્યા મીઠી હોય.
આ વેશ્યાઓની કડવાશ અને મીઠાશનું વર્ણન ઉત્તરાધ્યયનમાં સ્પષ્ટ-રૂપે કરેલું છે.
લેશ્યાની વિશુદ્ધિથી આત્મિક માધુર્ય વધતું ચાલે છે.
આપણા આનંદનું માધુર્ય વધવું જોઈએ. સાચું કહેજો : જીવનમાં મીઠાશ વધી રહી છે કે કડવાશ ? કડવાશ વધતી હોય તો સમજવું : આપણી વેશ્યાઓ અશુભ છે. આપણું આભા-મંડલ વિકૃત છે. મીઠાશ અને આનંદ વધતા હોય તો સમજવું ? અંદરનું લેશ્વાતંત્ર શુભ બન્યું છે. આભામંડળ તેજસ્વી બન્યું છે. - આના માટે બીજા કોઈને પૂછવાની જરૂર નથી. તમારો આત્મા જ આનો સાક્ષી બનશે.
લેશ્યા વિશુદ્ધ ક્યારે બને ? આપણા કષાયો જેમ જેમ માંદા થતા જાય તેમ તેમ વેશ્યાઓ વિશુદ્ધ થતી જાય. આપણે કષાયોને
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જે ૩૦૫