Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ગૃહસ્થપણામાં તો છકાયની હત્યા ચાલુ જ રહે. જિન-દર્શનના અભ્યાસથી જાણ્યું કે ચારિત્ર વિના મુક્તિ નથી જ.
ગૃહસ્થપણામાં ચોથું વ્રત આપનારા પૂ. હિમાંશુવિજયજી મ. [હાલ આચાર્ય મારા પહેલા ગુરુ.
એમણે મને તે વખતે પ્રેરણા આપી : હવે શું રહ્યું છે સંસારમાં ? આવી જાવ અહીં. તેઓશ્રી પણ મારા ઉપકારી છે. ઉપકારીના ઉપકાર ન ભૂલાય.
* સમ્યકત્વને કે જ્ઞાનને કે ચારિત્રને તમે નમો છો, ત્યારે તમે તેના ધારકોને પણ નમો છો. કારણ કે ગુણી વિના ગુણ ક્યાંય રહેતા નથી. ગુણને નમસ્કાર એટલે ગુણીને નમસ્કાર.
સમ્યકત્વ એટલે નવ તત્ત્વની રુચિ.
નવતત્ત્વની રુચિ એટલે શું ? નવતત્ત્વમાં પ્રથમ તત્ત્વ છે : જીવ. એ જીવને જાણવો એટલે શું? જીવનું જેવું સ્વરૂપ છે, તેવું સ્વરૂપ અનુભવવાની રુચિ જાગે તો જ તમે સાચા અર્થમાં જીવતત્ત્વ જાણ્યું, એમ કહી શકાય.
જીવતત્ત્વની પરની આવી રુચિ ન જાગવાથી જ સમ્યગૂ દર્શન થતું નથી.
સમ્યગ્દર્શન આવતાં જ અનાદિકાળની ભ્રમણાઓ તૂટી જાય
સમ્યગ્ગદર્શન આવતાં જ વ્યવહારથી કુદેવાદિનો ત્યાગ કર્યો. પણ આ તો લૌકિક સમકિત આવ્યું. પણ દેહમાં આત્મબુદ્ધિ ટળે, આત્મામાં આત્મબુદ્ધિ જાગે, તો લોકોત્તર સમક્તિ મળે.
દેખાતો દેહ હું નથી, ઇન્દ્રિયો હું નથી, એવી પ્રતીતિ જેના દ્વારા થાય તે સમક્તિ. દેહ-ઇન્દ્રિય “હું” નથી. તો તે કોણ છે ? પુદ્ગલો છે. પુદ્ગલો “પર' છે. “પર” ને પોતાના માન્યા એટલે પત્યું. કર્મ-બંધન થવાનું જ. બીજાની વસ્તુ પર પોતાની માલિકીનો દાવો કરવા જાવ તો વ્યવહારમાં પણ તમે દંડાઓ. અહીં પણ એ રીતે દંડાવું જ પડે.
૪૧૮
કહ્યું, કલાપૂર્ણસૂરિએ