Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
જેઠ વદ-૧૧ ૨૮-૬-૨૦૦૦, બુધવાર
* પ્રભુને સન્મુખ થઈએ, એમની આજ્ઞાનું પાલન કરીએ, એમના નામ આદિનું આલંબન લઈએ તો પ્રભુની વરસતી અનરાધાર કૃપાનો અનુભવ થાય.
પાણી પીએ ને તરસ છીપે, ભોજન કરીએ ને તૃપ્તિ અનુભવાય, તેમ પ્રભુ ચિત્તમાં આવતાં પ્રસન્નતા અનુભવાય.
સમગ્ર વિશ્વના પ્રાણ, ત્રાણ અને સર્વસ્વ ભગવાન છે. અટવીમાં રસ્તો ભૂલેલા તમને રસ્તો બતાવનાર મળી જાય તો તેનો તમે ઉપકાર માનો ?
ચાલવાની શક્તિ તો પહેલા પણ હતી, પણ ક્યાં જવું? તેની ખબર ન્હોતી.
જીવન-જંગલમાં આપણે ભૂલા પડેલા છીએ. ધ્યેય ખોઈ ચૂકેલા આપણને ધ્યેય બતાવનાર, માર્ગ બતાવનાર ભગવાન છે.
ગૃહસ્થ જીવનમાંથી સાધુ-જીવનમાં લાવનાર ભગવાન છે, એવું કદી લાગે છે ?
નવસારીમાં [વિ.સં. ૨૦૫૫] રત્નસુંદરસૂરિજી રાત્રે આવીને કહે : ભગવાનની કરુણા મારા પર છે કે નહિ ? મને પ્રેક્ટીકલ સમજાવો.
૪૨૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ