Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
મેં પૂછ્યું : તમે દીક્ષા કેમ લીધી ?
તેમણે કહ્યું : “ગુરુ મહારાજ [પૂ. ભુવનભાનુસૂરિજી] ની શિબિરમાં હું ગયેલો ને ત્યાં ગુરુ મહારાજે મારો હાથ પકડ્યો ને હું અહીં આવ્યો.'
બસ, આ જ ભગવાનનો ઉપકાર છે. બીજા કોઈનો નહિ, ને તમારો જ હાથ કેમ પકડ્યો ? ગુરુના માધ્યમથી ભગવાનની કરુણા તમારા પર વરસી, એમ તમને નથી લાગતું ? બીજા કોઈને નહિ ને તમને જ કેમ સમજાવ્યા ?''
જો કે, ભગવાનની કરુણા તર્કથી બેસે નહિ, હૃદયથી બેસે. કર્મનો અમુક ક્ષયોપશમ થયો હોય તો જ સમજાય.
આમ પણ વિચારીએ : દીક્ષા લીધા પછી આપણો નિર્વાહ ચાલે છે તે કોનો ઉપકાર ? ભગવાનનો જ. આમાં પ્રભાવ કામ કરે છે ને ? આગળ વધીને કહું તો સમગ્ર વિશ્વ પર નામાદિ દ્વારા ભગવાન ઉપકાર કરે છે.
'नामाऽपि पाति भवतो भवतो जगन्ति ।' પ્રભુ ! આપનું નામ પણ સંસારથી જગતનું રક્ષણ કરે છે.
– કલ્યાણમંદિર. આમાં નામ ઉપકાર કરે છે, પ્રભુ ક્યાં આવ્યા ? એમ નહિ પૂછતા. આખરે નામ કોનું છે ? ભગવાનનું જ નામ છે ને ?
આપણને આ માનવ-જન્મ, નીરોગી શરીર વગેરે ભગવાનની કૃપાથી જ મળ્યું છે, એ સમજવું રહ્યું.
* આવી વાતો પૂ. પં. ભદ્રંકરવિજયજી મહારાજે ત્રણ વર્ષ સુધી ઘૂંટી ઘૂંટીને સમજાવી છે. આપણો સંઘ આવો પુણ્યશાળી છે. છતાં કંઈક ખૂટતું હોય તો આ તત્ત્વ ખુટે છે; એમ પૂ. પં. ભદ્રંકર વિજયજી મ. કહેતા.
આવા ઉપકારી ભગવાન છે. માટે જ તો દિવસમાં સાત વાર ચૈત્યવંદન કરવાના છે. દર ચોમાસીએ દેવવંદન કરવાના છે. લોગસ્સમાં નામ લઈને યાદ કરવાના છે. લોગસ્સમાં તો ગણધર
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૨૯