Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
તેટલા. કોઈ વ્યાજ નથી આપવાનું.
“ગુણ અનંતા સદા તુજ ખજાને ભર્યા;
એક ગુણ દેત મુજ શું વિમાસો ?”
ભક્ત આમ કહે છે તેના પ્રત્યુત્તરમાં ભગવાન કહે છે : ભક્તરાજ ! તને જોઇએ તેટલા ગુણ લઈ જા. કોઈ ના પાડે છે ?
પ્રભુના ગુણ ગાય તે પ્રભુ જેવો બને જ. નાટ્યમુક્ત ભુવન - મૂષા – મૂતનાથ |
भूतैर्गुणैर्भुवि भवन्तमभिष्टुवन्तः ॥" માનતુંગસૂરિજી કહે છે : તમારા ગુણો ગાતો તમારા જેવો બને તેમાં નવાઈ શી છે? શેઠને આશ્રિત થઈને રહેલી વ્યક્તિ શેઠ બની જાય તો ભગવાનને આશ્રિત થઈને રહેલો ભક્ત ભગવાન કેમ ન બની શકે ?
* ભગવાન ક્યાંય પક્ષપાત કરતા નથી.
ગૌતમસ્વામીને કદી એમ નથી લાગ્યું કે હું સૌથી મોટો છતાં મને કેવળજ્ઞાન નહિ અને આજના દીક્ષિત મુનિઓ કેવળજ્ઞાન મેળવી જાય ? આ કેવો પક્ષપાત ? એમને ભક્તિ એટલી વહાલી લાગેલી કે એ માટે એમણે કેવળજ્ઞાન પણ એક બાજુએ મૂકી દીધું.
“મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી...” આ પંક્તિ ગૌતમસ્વામીમાં ચરિતાર્થ થયેલી જણાય છે.
* જિનના ભક્તને કદી અપરાધ કરવાનું મન જ ન થાય, ભક્તિના પૂરમાં વહેતા ભક્તને ખબર છે : અહીં અપરાધ રહી જ ન શકે. પ્રભુ ઉપકાર ગુણે ભર્યા, મન અવગુણ એક ન માય રે...”
- ઉપા. યશોવિજયજી મ. જ્યાં એકાદ દોષ હોય ત્યાં તેના બીજા દોસ્તો આવે, પણ જ્યાં એકેય દોસ્ત ન દેખાય ત્યાં દોષો આવીને કરે શું ? ભગવાન સ્વયં તો દોષમુક્ત છે જ, એમનો આશ્રય કરે તે પણ દોષમુક્ત બને જ.
૪૨૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ