Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કરીએ. જનમ-જનમમાં એવું જ કર્યું છે. એટલે તો આજ સુધી કેવળજ્ઞાન મળ્યું નથી.
* ક્ષમા-સંતોષ.... આદિ દુનિયાના જેટલા ગુણો છે, તે બધા જ ગુણો આપનારા ભગવાન છે. ગુણોના પ્રદાન દ્વારા ભગવાન જગત પર સતત ઉપકાર કરતા જ રહે છે. એ કાર્યમાં એમને કોઈ થાક લાગતો જ નથી, જે વસ્તુ તમારા સ્વભાવની બની જાય, શોખની ચીજ બની જાય તેમાં થાક લાગે ? બીડી પીનારને બીડી પીતાં થાક લાગે ? દારુડીયાને દારૂ પીતાં થાક લાગે ? એ એનો સ્વભાવ બની ગયો. ઉર્દુ એના વિના એને ચાલે જ નહિ.
પરોપકાર પ્રભુનો સ્વભાવ બની ગયો. એના વિના પ્રભુને ચાલે જ નહિ. “માછીમેતે પરાર્થવ્યસનિન: I'
* સાકરની મીઠાશ દૂધમાં આવી શકે, તેમ પ્રભુના ગુણો આપણામાં આવી શકે.
એ માટે તો પ્રભુની ભક્તિ કરવાની છે. દુષ્ટની સંગતિ કરવાથી દુષ્ટતા આવતી હોય તો શિષ્ટ શિરોમણિ પ્રભુની સંગતિથી શિષ્ટતા કેમ ન આવે ? | મુશ્કેલી એ છે કે આપણને દુષ્ટનો સંગ ગમે છે, શિષ્ટનો સંગ ગમતો નથી. સંગ તો નથી ગમતો પણ એમના ગુણ-ગાન પણ નથી ગમતા. ઈર્ષ્યાથી સળગીએ છીએ આપણે.
ગુણી બનવાનો એક જ કીમિયો છે : ગુણીના ગુણ-ગાન કરવા. જે ગુણ ગમે તે તમને મળે.
ગુણ ગમે છે એટલે શું ? કોઈ ગુણ ગમે છે એટલે આપણું હૃદય ચાહે છે કે તે ગુણ મારામાં આવે.
તમને પૈસાદાર ગમે છે, એનો અર્થ એટલો જ કે તમને પોતાને પૈસાદાર થવું છે. તમને સત્તાધીશ ગમે છે, એનો અર્થ એટલો જ કે તમને ખુદને સત્તાધીશ થવું છે. તમને કોઈ ગુણી ગમે છે. એનો અર્થ એટલો જ કે તમારે ગુણી થવું છે. ગમવું એટલે જ બનવું. ચિત્તને જે ગમવા લાગે છે, તેને તે તરત જ અપનાવવા લાગે છે. - પ્રભુ પાસે ગુણોના ઢગલેઢગલા છે. લઈ જાવ જેટલા જોઈએ
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૨૫