Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સદ્દગુરુએ આપેલી છે. આપણે એ ન સાંભળીએ તો જુદી વાત છે.
* કેવલ, અવધિ, શાસ્ત્ર અને ચર્મ - આ ચાર ચક્ષુઓ છે. સિદ્ધો કેવલચક્ષુ છે, દેવો અવધિચક્ષુ છે, સાધુઓ શાસ્ત્રચક્ષુ છે, અને શેષ સર્વે ચર્મચક્ષુ છે.
શાસ્ત્રચક્ષુ આપનાર ગુરુ છે. ખરું કહું તો ગુરુના માધ્યમથી ભગવાન છે.
“રઘુવંયા ભગવાનનું વિશેષણ છે.
* એક તો આપણું આયુષ્ય અલ્પ, એમાં પણ અર્ધી કે પોણી જીંદગી તો લગભગ પૂરી થઈ ગઈ. હવે કેટલી રહી તે આપણે જાણતા નથી. આવા અલ્પ અને ક્ષણજીવી જીવનમાં પ્રમાદ કરતા રહીએ એ જ્ઞાનીઓ કેમ સહન કરી શકે ?
વાત એકની એક છે, પણ વારંવાર હું એટલા માટે કહું છું કે વારંવાર સાંભળવા છતાં આપણે ભૂલી જઈએ છીએ, પ્રમાદમાં પડી જઈએ છીએ.
તમારો પ્રમાદ ટાળવા ચોવીસેય કલાક ગુરુ પણ સમર્થ નથી. કદાચ સમર્થ હોય તો પણ પ્રતિપળ થોડા ટોકતા રહે ? એ તો આપણે જ અંદરથી જાગવું પડે.
આપણી જાગૃતિ જ આપણા પ્રમાદને, આપણા અપરાધને રોકી શકે.
ગુરુ પાસે આપણે અપરાધનું પ્રાયશ્ચિત્ત કરીએ છીએ ખરા, પણ મોટાભાગે સ્થૂલ અપરાધ જ હોય છે. સૂક્ષ્મ વિચારોની તો નોંધ જ નથી લેતા. લઈએ છીએ તો ગુરુને કહેતા નથી.
એક જ વિચાર લક્ષ્મણા સાધ્વીજીને આવી ગયો. તેની આલોચના માયાપૂર્વક લીધી તો કેટલી ચોવીશી તેનો સંસાર વધી ગયો ? સૌ પ્રથમ તો પ્રમાદ કરવો જ નહિ, પ્રમાદ નહિ હોય તો
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૨૩