Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
* સિંહ જ્યાં સુધી પોતાનું સિંહત્વ ન જાણે ત્યાં સુધી ભલે બકરીની જેમ બે બે કરતો રહે, પણ જ્યારે પોતાનું સાચું સ્વરૂપ જાણે ત્યારે ગર્જના કરતો પાંજરું તોડીને ભાગી જાય. આપણે આપણું સાચું સ્વરૂપ જાણીએ ત્યારે કર્મોના બકરા આપણી સામે ટકી શકશે
નહિ.
* “ગિરિવર દર્શન ફરસન યોગે...'
- નવાણુ પ્રકારી પૂજા. આ પંક્તિનો અર્થ બરાબર સમજજો. સાચા અર્થમાં સિદ્ધાચલ ગિરિનો સ્પર્શ ક્યારે થાય ? આત્માની સ્પર્શના સાથે સિદ્ધગિરિની સ્પર્શના સંકળાયેલી છે.
આત્માની સ્પર્શનાની વાતો તો હું ઘણી કરું છું, પણ મને પણ હજુ સ્પર્શના નથી થઈ. હા, તીવ્ર રુચિ જરૂર છે. તે માટે જ ભગવાનને પકડ્યા છે.
મારી પૂર્ણતા ભલે પ્રકટ નથી, પણ મારા ભગવાનની પૂર્ણતા પૂરી પ્રગટ થયેલી છે. એ ભગવાન પર વિશ્વાસ છે.
ગુરુનું જ્ઞાન, અગીતાર્થ શિષ્યને કામ લાગે તો ભગવાનની પૂર્ણતા, ભક્તને કામ ન લાગે ?
પ્રભુ પર પૂર્ણ સમર્પણ ભાવ હોય તો એમની પૂર્ણતા ભક્તને મળે જ મળે. | માલશીભાઈ ! તમારી મૂડીથી કેટલાય લોકો ક્રોડપતિ બન્યા છે ને ? તમારા જેવાથી પણ લોકો ક્રોડપતિ બનતા હોય તો ભગવાનના સહારાથી ભક્તો ભગવાન કેમ ન બને ?
તમારી સંપત્તિ તો હજુ ઓછી થાય, પણ ભગવાનની ભગવત્તા કદી ઓછી નથી થતી; ભલે ગમે તેટલી અપાતી રહે.
....તો નક્કી કરો : જ્યાં સુધી આપણી પૂર્ણતા ન પ્રગટે ત્યાં સુધી ભગવાનને છોડવા નથી.
નૂતન આચાર્યશ્રી ઃ આપ લોન આપો. પૂજ્યશ્રી ઃ આ શું કરી રહ્યો છું ? બોલીને તમને લોન જ
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૧૯