Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આપી રહ્યો છું ને ? હું તો રસોઇઓ છું. શેઠનો [ભગવાનનો]. માલ પીરસી રહ્યો છું. ભગવાન જેવા આપનારા હોય તો હું શા. માટે કંજુસાઈ કરું ?
* નિશ્ચય અંદર પ્રગટ થતી ચીજ છે. વ્યવહાર બહાર પ્રગટ થતી ચીજ છે.
શુધ્ધ વ્યવહારથી અંદરનો નિશ્ચય જણાય છે. કોઈ માત્ર નિશ્ચયની વાતો કરે, પણ વ્યવહારમાં કાર્ય દ્વારા કાંઈ પ્રગટ ન દેખાતું હોય તો એ વાતો માત્ર વાતો જ કહેવાશે.
* સમક્તિ આપતી વખતે દ્રવ્ય સમ્યક્ત્વનો આરોપ કરીને આપવામાં આવે છે. એમ સમજીને કે ભવિષ્યમાં સમક્તિ મેળવી લેશે. શાહુકારને એ વિશ્વાસથી જ લોન અપાય છે ને ?
હમણા હીરાભાઈએ પૂછ્યું : આટલા ઓઘા કર્યા તોય ઠેકાણું ન પડ્યું તેનું કારણ શું ?
મેં કહ્યું : સમ્યગદર્શનનો સ્પર્શ નથી થયો માટે. જિન-ભક્તિ અને જીવમૈત્રી જીવનમાં ન આવી માટે.
* સમ્યગુદર્શનના આઠેય આચારો દર્શનાચાર છે. એ આચારોના પાલનથી સમ્યગદર્શનની યોગ્યતા પ્રગટે. દર્શનાચારના પાલનમાં કુશલ હોય તે સમ્યકત્વ મેળવે.
સાધર્મિક ભક્તિ કરવી, સંઘનું બહુમાન કરવું, સાધર્મિકને સ્થિર બનાવવા, મનને નિઃશંક બનાવવું - વગેરે દર્શનાચાર છે.
સંઘ ભગવાનનો છે. એની ભક્તિથી સમક્તિ માટેની પૂર્વભૂમિકા તૈયાર ન થાય એવું ન જ બને.
સાત વાર ચૈત્યવંદન શા માટે કરવાના ? સમક્તિને લાવવાના આ ઉપાયો છે. ભગવાનનું દર્શન કર્યા વિના નવકારશી શા માટે ન કરાય ? એનું આ જ કારણ છે. આત્માનું દર્શન ન થાય ત્યાં સુધી પ્રભુનું દર્શન એ આપણા માટે આત્માનું જ દર્શન છે. પ્રભુ એટલે આપણો જ વિશુદ્ધ બનેલો આત્મા. પ્રભુમાં આપણા જ ઉજ્વલ ભાવિને જોવાનું છે. એ માટે જ દર્શન કરવાના છે.
૪૨૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ