Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
તરવાનું શીખીને દરિયામાં કૂદકો મરાય. સીધા જ દરિયામાં કૂદકો ન મરાય. સીધા જ નિશ્ચયમાં ગયા તે ગયા જ. ડૂબી જ ગયા, માર્ગ-ભ્રષ્ટ બની ગયા.
* સમક્તિના ૭ ભેદ બતાવ્યા છે. સડસઠ ભેદે જે અલંકરિયો, જ્ઞાન ચારિત્રનું મૂળ; સમક્તિ દર્શન તે નિત નમીએ, શિવપંથનું અનુકૂળ.” સમક્તિ જ્ઞાન અને ચારિત્રનું મૂળ છે. સમક્તિ આવ્યું એટલે સમજો : સત્ય માર્ગ મળી ગયો.
જ્ઞાન ગમે તેટલું ભણો, ચારિત્ર ગમે તેટલું પાળો પણ મૃત્યુ વખતે સાથે સમક્તિ જ આવશે. ચૌદપૂર્વી હશે તો ૧૪ પૂર્વે ભૂલાઈ જશે, ચારિત્ર ચાલ્યું જશે, પણ સમક્તિ સાથે રહેશે.
આત્માનો સહજ આનંદ, સમક્તિ દ્વારા જ અનુભવી શકાય
આત્માથી દેહ, કર્મ, વિચાર વગેરે જુદા છે, પણ આનંદ જુદો નથી. એ આપણી સાથે જ રહે છે. એ આનંદને લાવી આપનાર સમક્તિ છે.
આપણો પુરુષાર્થ એ આનંદને લાવવા માટેનો હોવો જોઈએ.
* કુદેવ-કુગુરુ આદિને માનવા તે લૌકિક મિથ્યાત્વ પણ દેહને આત્મા માનવો તે લોકોત્તર મિથ્યાત્વ છે.
* તમે ભગવાન ભગવાન કહો છો. આગમ, આગમની વાતો કરો છો, પણ આ જ ભગવાન છે. આ જ એમના આગમો છે. એની ખાત્રી શી ? એવા સવાલો ઘણા બુદ્ધિવીઓ ઊઠાવતા હોય છે.
તેઓ કહે છે : આ આગમો તો ભગવાન પછી ૧000 વર્ષે લખાયા. આમાં ભગવાનનું શું રહ્યું ? પણ તેમને ખબર નથી કે આગમ લખનારા મહાપુરુષો અત્યંત ભવભીરૂ હતા. એક અક્ષર પણ આઘોપાછો નહિ કરનારા હતા. ક્યાંક અલગ પાઠ જોવા મળે તો લખે : કૃતિ પાઠાન્તરમ્ |
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૦૧